ભારતીય સેના કરી દેતી હતી પોતાના કૂતરાઓની હત્યા, જાણો કારણ

News18 Gujarati
Updated: January 28, 2019, 3:37 PM IST
ભારતીય સેના કરી દેતી હતી પોતાના કૂતરાઓની હત્યા, જાણો કારણ
ભારતીય તપાસ દળનો એક કૂતરો (ફાઇલ ફોટો)

આ સ્પેશલિસ્ટ કૂતરાઓને પહેલીવાર ઈજા થવા કે પછી કામના ન રહેતા, ગોળી મારીને કે ઝેર આપીને મારી દેવામાં આવતા હતા

  • Share this:
કૂતરાઓનો ઉલ્લેખ થતં જ આપણને સૌથી પહેલા વફાદારનો વિચાર આવે છે, પરંતુ થોડા સમય પહેલા સુધી ઈન્ડિયન આર્મીના કૂતરાઓને વફાદારને બદલે મોત મળતું હતું. આર્મીના કૂતરા એવી જ રીતે કામ કર છે જેવી રીતે સૈનિક. મૂળે, ભારતીય સેનાના કામ આવનારા આ સ્પેશલિસ્ટ કૂતરાઓને પહેલીવાર ઈજા થવા કે પછી કામના ન રહેતા, ગોળી મારીને કે ઝેર આપીને મારી દેવામાં આવતા હતા.

આર્મી આ કૂતરાઓને આપે છે ખાસ ટ્રેનિંગ

googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_NATIONALINTERNATIONAL/NW18_GUJ_NATIONALINTERNATIONAL_AS/NW18_GUJ_NATINTL_AS_ROS_BTF_728"); });

ઈન્ડિયન આર્મી આ કૂતરાઓને ખાસ ટ્રેનિંગ આપે છે. તેમની બોમ્બ સૂંઘવા અને ખતરો પકડી લેવાની ક્ષમતા ખૂબ જ જોરદાર હોય છે. ભારતીય સેનાની પાસે મોટાભાગે લેબ્રાડોર, જર્મન શેફર્ડ, બેલ્જિયન શેફર્ડ બ્રિડના કૂતરા છે. આ કૂતરા રેન્કથી નહીં નામ અને નંબરથી ઓળખવામાં આવે છે. તેમનો ઉપયોગ સેના પોતાના વિસ્ફોટક સર્ચ ટીમમાં કરે છે. સેનાના ઘોડેસવાર ટીમ માઉન્ટેન રેજિમેન્ટ પણ ચર્ચિત છે. ઉંચાઈવાળા વિસ્તારોમાં માલ વગેરે પહોંચાડવા માટે પણ ઘોડા, ખચ્ચરોની ઉપયોગ થાય છે.

આ કૂતરાઓની બુદ્ધિ ક્ષમતા તેમની બ્રિડ પર નિર્ભર કરે છે, તેની તમામ કૂતરા એક જેવા નથી હોતા. અલગ બ્રિડના કૂતરાઓનું અલગ-અલગ ટેલેન્ટ હોય છે, તેથી તેમને અલગ-અલગ કામોમાં લગાવવામાં આવે છે. સાથોસાથ અનેક વાર તે સ્થળો ઉપર પણ કૂતરાઓની તપાસ કરી શકે છે, જ્યાં જવાનો માટે જઈને તપાસ કરવી સરળ નથી હોતી.

આર્મી કેમ કરે છે આવું?
આ ખરાબ ચલણ અંગ્રેજોના સમયથી ચાલ્યું આવતું હતું. ઈન્ડિયન આર્મી આવું દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરતી હતી. આર્મીના લોકને ડર રહેતો હતો કે ક્યાં કૂતરા ખોટા હાથોમાં ન પડી જાય. એવામાં તેમનો ખોટો ઉપયોગ થઈ શકતો હતો, કારણ કે આ એક્સપર્ટ કૂતરાઓને આર્મીના સેફ અને ખાનગી ઠેકાણાઓ વિશે તમામ જાણકારી હોય છે.

સામાનની ચેકિંગ કરતો ભારતીય સેનાનું કૂતરું (ફાઇલ ફોટો)


આ ઉપરાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત કે બીમાર પડતાં પણ કૂતરાઓની સાથે આવું કરવામાં આવતું હતું. આમ તો કૂતરાઓને સાધારણ બીમારી થતાં ભારતીય સેના તેમની સારવાર કરાવે છે, પરંતુ જો તેમના સ્વાસ્થ્યમાં સુધાર ન થાય અને ફરી પહેલા જેવું કામ કરવાની શક્યતા ન દેખાય તો તેને ગોળી મારી દેવામાં આવતી.

આવું માત્ર કૂતરાઓ સાથે નથી થતું પરંતુ સેનાના ઉપયોગમાં લેવાતા હજારો ઘોડા અને ખચ્ચરોને પણ કામના ન રહેતા મારી દેવામાં આવતા હતા. તેને એનિમલ યૂથેનેશિયા કહેવામાં આવતું હતું. આ મામલામાં તે કૂતરાઓને છોડી દેવામાં આવતા હતા, જેઓએ કોઈ પુરસ્કાર જીત્યા હોય. કહેવામાં આવે છે કે આર્મીના કૂતરાઓની સરેરાશ ઉંમર 7 વર્ષ સુધી રહેતી હતી, જે તેમની સામાન્ય સરેરાશ કરતાં અડધી છે.

આર્મીનું તેમના એડોપ્લન માટે આપવાને બદલે મારવાનો એક તર્ક એ પણ હતો કે આતંકરોધી ઓપરેશન્સમાં યૂઝ થનારા કૂતરાઓને ઘરમાં બાળકોની સાથે ન રાખી શકાય. તેની પાછળ સુરક્ષા કારણો ઉપરાંત તેમનો વધુ એક તર્ક એ હતો કે આ કૂતરોઓને વિશેષ સુવિધાઓ મળે છે જે તેમને બીજે ક્યાંય ન મળી શકે. તેના કારણે પણ તેમને મારી નાખવા પડતા હતા.

ભારતીય તપાસ દળનો એક કૂતરો (ફાઇલ ફોટો)


2015થી જ કૂતરાઓને ન મારવા માટે નીતિ તૈયાર કરી રહી હતી સરકાર

2015માં સરકારે કહ્યું હતું કે તેઓ એવી નીતિ તૈયાર કરી રહ્યા છે જે હેઠળ આર્મીમાં યૂઝ થનારા ડોગ્સને મારવામાં નહીં આવે પરંતુ તેનો કોઈ બીજો વિકલ્પ શોધવામાં આવશે. આ વિકલ્પોમાંથી એક તેમને એડોપ્ટ કરવાનું પણ છે. અનેક દેશોમાં કૂતરાઓને એડોપ્ટ કરવાનો કાયદો છે.

આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ ગયો હતો. જેમાં કોર્ટનું કહેવું હતું, સૈન્ય જાનવરોદને મોતને ઘાટ ઉતારવાનું ચલણ પશુ ક્રૂરતા અટકાવતો કાયદો 1960ના પ્રાવધાનનું ખુલ્લું ઉલ્લંઘન છે. 2017માં તેના માટે મેરઠમાં કૂતરાઓને એક ઓલ્ડ એજ હોમ વોર ડોગ ટ્રેનિંગ સ્કૂલમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ અવસરે એક આર્મી ઓફિસરે જણાવ્યું હતું કે આ કૂતરાઓને માત્ર તે સ્થિતિમં મારવામાં આવશે જ્યારે મેડિકલ રીતે મોત જ અંતિમ સહારો રહી જાય. ભારતમાં પણ પહેલાથી જ કર્ણાટક અને પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ કૂતરાઓને એડોપ્ટ કરવાની સુવિધા હતી.

અલગ-અલગ દેશોમાં રિટાયર આર્મી ડોગ્સને લઈને આ છે કાયદા

અમેરિકામાં રિટાયર થનારા આર્મી ડોગ્‍સને લોકો એડોપ્ટ કરી લે છે. જેને એડોપ્ટ નથી કરવામાં આવતા તેમને એક ખાસ એનજીઓને આપી દેવામાં આવે છે. જે તેમના અંતિમ દિવસોમાં તેમની દવા વગેરેની સારી વ્યવસ્થા કરે છે. રશિયા અને ચીનમાં પણ કૂતરાઓને રિટાયર થયા બાદ ગોળી મારવાનો કાયદો નથી. પરંતુ જાપાનમાં તો રિટાયર થઈ ચૂકેલા આર્મી ડોગ્સ માટે અલગ એક હોસ્પિટલ હોય છે. અહીં કૂતરાઓના માલિક પોતાના બીમાર કૂતરાઓને છોડી પણ શકે છે. અહીં કૂતરાઓ માટે બિલકુલ માણસો જેવી સુવિધાઓ હોય છે.
First published: January 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading