ભારતે શુક્રવારે એન્ટી શિપ મિલાઇલ (ASHM)ની સક્સેસફુલ ટેસ્ટિંગ કરી. નૌસેનાના કૉર્વેટ INS પ્રબળથી મિસાઇલ લૉન્ચ કરી. ભારતીય નૌસેનાએ તેનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં આઇએનએસ પ્રબળથી મિસાઇલને લોન્ચ કરવામાં આવી છે. આ મિસાઇલથી સટિક નિશાનો તાકી એક જહાજને ડૂબાડવામાં આવ્યું છે. આ ટ્વટિ મુજબ INS પ્રબળે પ્રેક્ટિસ ડ્રિલ દરમિયાન એન્ટી શિપ મિસાઇલ લૉન્ચ કરી છે. વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે મિસાઇલએ પોતાના લક્ષ્યને સાંધતા સમુદ્રમાં ઊભેલા જહાજને ભસ્મ કરી તેને ડૂબાડ્યું.
નોંધનીય છે કે આ મિસાઇલને અરબ સાગરમાં કોઇ અજ્ઞાત સ્થળે લૉન્ચ કરવામાં આવી હતી. જેનો લક્ષ્ય હતો એક ખાલી અને જૂના જહાજને તોડી પાડવી. આ જૂનું જહાજ ડીકમીશન થઇ ચૂક્યું હતું. અને એન્ટી શિપ મિસાઇલે અધિકતમ દૂરી તટ કરીને સટીક હુમલો કરવામાં સફળતા મેળવી હતી. નોંધનીય છે કે હાલ પાકિસ્તાન સાથે ભારતના સંબંધો તણાવ પૂર્ણ છે જ સાથે હાલ લદાખ ક્ષેત્રે ચીન સાથે તે રીતે ગતિરોધ અને તણાવની સ્થિતિ છે તે વચ્ચે ભારતને નૌસેના, વાયુસેના અને થલસેનાની તાકાત વધારી રહ્યું છે. જે અંતર્ગત આ મિસાઇલનું સક્સેક્સફુલ ટેસ્ટિંગ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
આ પહેલા ગુરુવારે ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે નૌસેનાના કેરિયર બેટલ ગ્રુપના સિલેક્ટેડ અધિકારીઓને આઇએનએસ વિક્રમાદિત્યથી કરવામાં આવેલા એક પ્રસારણના માધ્યમને સંબોધિત કર્યું હતું. અને યુદ્ધ તૈયારીઓની સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે નૌસેના દ્વારા હાલ સતત અલગ અલગ યુદ્ઘ અભ્યાસોની પ્રેક્ટિસ ચાલી રહી છે. જે અંગે અધિકારીઓથી નૌસેના પ્રમુખે આ મામલે જાણકારી પણ મેળવી હતી. અધિકારીઓએ કહ્યું કે એડમિરલ સિંહે પોતાના સંબોધનમાં ગત થોડા સમયથી નૌસેના દ્વારા યુદ્ધ તૈયારીઓને ચરમ સીમા પર રાખવા માટે બળની સરાહના કરી હતી. નૌસેના પ્રમુખનું કહેવું છે કે આવનારા સમયમાં નૌસેનાએ અભિયાનોની તૈયારી માટે ઉત્સાહ બનાવી રાખવો જોઇએ.
નૌસેના તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં નૌસેના પ્રમુખે કેરિયર બેટલ ગ્રુપ અને તેના અધિકારીઓની તૈયારીની પ્રશાંસા કરતા કહ્યું હતું કે તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભારતીય નૌસેના કોઇ પણ સમયે કોઇ પણ પ્રકારની આપાતકાલીન સ્થિતિ માટે તૈયાર છે.
Published by:Chaitali Shukla
First published:October 23, 2020, 11:34 am