કૃષી મંત્રીએ ખેડૂતોને આંદોલન ખત્મ કરવા માટે કરી અપીલ, મોકલ્યો વાતચીતનો પ્રસ્તાવ

કૃષી મંત્રીએ ખેડૂતોને આંદોલન ખત્મ કરવા માટે કરી અપીલ, મોકલ્યો વાતચીતનો પ્રસ્તાવ
ફાઈલ તસવીર

કેન્દ્રીય ગૃહમંમત્રી અમિત શાહ દ્વારા આગ્રહ કરવા છતાં પણ ખેડૂતો બોર્ડર ઉપરથી ટસના મસ ન થયા. રવિવારે ખેડૂત સંગઠનોએ નિર્ણય કર્યો કે તેઓ બુરાડી પહોંચેલા ખેડૂતો પણ પરત સિંધુ બોર્ડ પરત ફરશે.

 • Share this:
  નવી દિલ્હીઃ પંજાબ (Punjab), હરિયાણા (Haryana) અને રાજસ્થાનના (Rajasthan) હજારો ખેડૂતો રવિવારે પણ સિંધુ અને ટીકરી બોર્ડર (sindhu and Tikri border) ઉપર જબરદસ્ત પ્રદર્શન (Farmer Protest) કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંમત્રી અમિત શાહ (Home minister Amit shah) દ્વારા આગ્રહ કરવા છતાં પણ ખેડૂતો બોર્ડર ઉપરથી ટસના મસ ન થયા. રવિવારે ખેડૂત સંગઠનોએ નિર્ણય કર્યો કે તેઓ બુરાડી પહોંચેલા ખેડૂતો પણ પરત સિંધુ બોર્ડ પરત ફરશે. આ વચ્ચે જ કેન્દ્રીય કૃષી મંત્રી નરેન્દ્ર તોમરે (Union Agriculture Minster Narendra Tomar) ચોથી વખત વાતચીત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

  ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે તોમરે કહ્યું કે, સરકારે ચોથી વખત 3 ડિસેમ્બરે મળવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ પહેલાથી જ વાતચીત ચાલી રહી છે. કોઈએ એ ન વિચારવું જોઈએ કે સરકાર આ માટે તૈયાર નથી. સરકાર વાતચીત માટે તૈયાર છે. ખેડૂત યુનિયનો આ માટે માહોલ બનાવવો જોઈએ. તેમણે આંદોલન છોડી દેવું જોઈએ. વાતચીત પસંદ કરવી જોઈએ.  સરકારની શરતને જણાવી અપમાનજનક
  દિલ્હી બોર્ડર ઉપર પ્રદર્શન કરી રહેલા ખેડૂતના નેતા બળદેવ સિંહ સિરસાએ કહ્યું કે સરકારે આ શરત રાખીને અમે હાઈવે ખાલી કરીને બુરાડી જઈએ. આ શરત અપમાનજનક છે. અમે બુરાડી મેદાનમાં નહીં જઈએ. કારણ કે તે ઓપન જેલ છે. આ અંગે અમારી પાસે પુરાવા પણ છે.

  આ પણ વાંચોઃ-એક જ વર્ષમાં 23 બાળકોનો 'બાપ' બન્યો આ યુવક, મહિલાઓ કેમ કરે છે પસંદ? આ રહ્યું કારણ  ઉત્તરાખંડના તેજિંદર સિંહ વિર્કની આગેવાનીમાં ખેડૂતો દિલ્હીના જંતર-મંતર જવા જોઈએ. દિલ્હીના પ્રશાસન અને પોલીસે તેમની સાથે દગો કર્યો છે. તેમણે જંતર-મંતર ન લઈ જઈને બુરાડી પાર્કમાં કેદ કરી દીધા છે.  ઉલ્લેખનીય છે કે દિલ્હી-હરિયાણા બોર્ડર ઉપર ખેડૂતોના હઝૂમને દેખીને મોટી માત્રામાં સિક્યોરિટી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. અનેક દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે. અને સતત ખેડૂતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ખેડૂતોના આ પ્રદર્શનના કારણે દિલ્હીમાં લોકોને આવવા-જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
  Published by:ankit patel
  First published:November 29, 2020, 19:45 pm