અમેરિકા: ભારતીય મૂળની મહિલા પર હુમલો કરનારા પર 'Hate Crime'નો આરોપ

પ્રતિકાત્મક તસવીર

અપરાધ સાબિત થયા બાદ તેને કોર્ટ 15 વર્ષની સજા સંભળાવી શકે છે

 • Share this:
  અમેરીકામાં એક 54 વર્ષીય પુરૂષ સામે ભારતીય મૂળની મહિલા પર હુમલો કરવાનો અને સમલૈગિંકો પ્રત્યે નફરત ભર્યા શબ્દોનો ઉપયોગ કરવા બદલ ઋુણા અપરાધનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી અલાશહીદ અલ્લાહેની(54) ગત મહિને ન્યૂયોર્કના કીન્સ બરોમાં અવનીત કૌર (20) પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પકડવામાં આવેલા વ્યક્તિ પર ધૃણા અપરાધનો આરોપ છે.

  આ કાઉન્ટીમાં આવા અપરાધ સહન નહી કરવામાં આવે
  કીન્સના ડિસ્ટ્રીક અટોર્નિ રિચર્ડ બ્રાઉને કહ્યું કે, દોષી સાબિત થયા બાદ તેને સાડા ત્રણ વર્ષ થી 15 વર્ષની સજા સંભળાવવામાં આવી શકે છે. બ્રાઉને કહ્યું કે, કીન્સ કાઉન્ટી દેશની સર્વાધિક વિવિધતાવાળી કાઉન્ટી છે. અહીં, અનેક નસ્લ, રાષ્ટ્રીયતા અને યૌન સંબંધવાળા લોકો રહે છે. પક્ષપાતથી ઉપર રહી અપરાધ - ખાસકરીને હિંસા ભરેલા અપરાધને આ કાઉન્ટીમાં ક્યારે સહન કરવામાં આવશે નહી.

  અરોપ અનુસાર, 20 વર્ષીય અવનીત કૌર ગત મહિને મેનહટનમાં એક સબ-વે ટ્રેનમાં સફર કરી રહી હતી, તે દરમ્યાન આરોપી સાથે તેને બોલાચાલી થઈ. વાદ વિવાદમાં આરોપી અલાશહીદે કૌર અને તેની દોસ્ત વિરુદ્ધ સમલૈગિંકતા પ્રતિ નફરત ભરેલા શબ્દોનો ઉપયોગ કર્યો. આ ઘટના બાદ, જ્યારે બંને યુવતિઓ જવા લાગી તો આરોપીએ તેમનો પીછો કર્યો અને અવનીત કૌરના માથા પર પાછળથી પ્રહાર કર્યો, ત્યારબાદ તેણે છાતી પર માર્યું, આ હુમલામાં કૌર નીચે પડી ગઈ પછી આરોપીએ તેના માથા અને ગર્દનને ખંભા સાથે ભિડાવી દીધી.

  આરોપીએ કોર્ટ સામે સ્વીકાર કર્યો કે તેણે અવનીત કૌર વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી અને બે વખત ટ્રેનમાં યાત્રા દરમ્યાન પોતાની મિત્ર સાથે ચૂંબન લેવા પર તેને ધમકી પણ આપી. આ ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ કૌરને તત્કાલ સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેને કમ્મરના હાડકામાં ફ્રેક્ચર થયું હોવાની ખબર પડી. આરોપીનો અપરાધ સાબિત થયા બાદ તેને કોર્ટ 15 વર્ષની સજા સંભળાવી શકે છે. (ઈનપુટ એજન્સી)
  Published by:kiran mehta
  First published: