Home /News /national-international /અગસ્તા વેસ્ટલેન્ડના આરોપી રાજીવ સક્સેનાને ભારત લવાશે, મળી મંજૂરી

અગસ્તા વેસ્ટલેન્ડના આરોપી રાજીવ સક્સેનાને ભારત લવાશે, મળી મંજૂરી

  ભારતની તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. અગસ્તા વેસ્ટલેન્ડ કેસના આરોપી રાજીવ સક્સેનાને દુબઇથી ભારત લાવવાની મંજૂરી મળી ગઇ છે. આ સિવાય મની લોન્ડ્રિંગના આરોપી દીપક તલવાને પણ દુબઇથી ભારત લાવવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે આ બંને બુધવારે મોડી રાતે ભારત પહોંચી શકે છે. તેઓને દુબઇથી લાવવા માટે સ્પેશિયલ ફ્લાઇલ મોકલવામાં આવી છે.

  ગત વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીની પટિયાલા હાઇસ કોર્ટે રાજીવ સક્સેના તરફથી દાખલ કરેલી અરજી પર ચૂકાદો ટાળી દીધો હતો. હવે આ મામલે 6 માર્ચે નિર્ણય સંભળાવવામાં આવશે. સક્સેનાએ પટિયાલા હાઇસ કોર્ટ દ્વારા જાહેર કરેલા બીનજામીન વોરંટને પડકાર્યો છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ લોન્ચ થયું દુનિયાનું સૌથી સસ્તુ સ્માર્ટ LED TV, ખરીદી કરવા આધારકાર્ડ ફરજિયાત!

  ઉલ્લેખનીય છે કે પટીયાલા હાઉસ કોર્ટે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ મામલે દુબઇની યુએચવાઇ નામની કંપનીના નિર્દેશક રાજીવ સક્સેના વિરુદ્ધ બીનજમાનત વોરંટ જાહેર કર્યું કર્યું હતું.

  ગત વર્ષે નવેમ્બરમાં સીબીઆઇએ દીપક તલવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેના પર આરોપ છે કે એક એનજીઓની મદદથી તેઓએ 90 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Case, Dubai, આરોપી, ઓગસ્ટા વેસ્ટલેન્ડ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन