3 વર્ષથી ભટકતો હતો 70 વર્ષનો વૃદ્ધ, લોકડાઉનમાં પાછી આવી યાદશક્તિ તો મળ્યો પરિવાર

News18 Gujarati
Updated: May 21, 2020, 6:30 PM IST
3 વર્ષથી ભટકતો હતો 70 વર્ષનો વૃદ્ધ, લોકડાઉનમાં પાછી આવી યાદશક્તિ તો મળ્યો પરિવાર
વૃદ્ધની ફાઈલ તસવીર

3 વર્ષ પહેલા પોતાના પુત્રના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે ઉત્તર પ્રદેશ સ્થિત પોતાના ગામની બહાર નીકળ્યા હતા. તેઓ ભૂલથી બેંગલુરુ જનારી ટ્રેન પકડી લીધી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ ના કારણે 31 મે સુધી લોકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે અનેક લોકો પોતાના પરિવારથી દૂર બીજા શહેરોમાં ફસાયા છે. આ બધા જ લોકો એકબીજાને મળવા માટે રાહ જોઈ રહ્યા છે. આ સમયે કેટલાક લોકો ભલે પોતાના પરિવારથી દૂર છે પરંતુ આ લોકડાઉનના કારણે ત્રણ વર્ષથી ઘર પરિવારથી દૂર મૈસૂર (Mysore)ના રસ્તાઓ ઉપર ભટકી રહેલા એક વૃદ્ધને પરિવાર મળ્યો છે.

આ ઘટના 70 વર્ષના કરમ સિંહ સાથે ઘટી છે. અધિકારીઓ પ્રમાણે કરમ સિંહ આશરે 3 વર્ષ પહેલા પોતાના પુત્રના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે ઉત્તર પ્રદેશ સ્થિત પોતાના ગામની બહાર નીકળ્યા હતા. તેઓ ભૂલથી બેંગલુરુ જનારી ટ્રેન પકડી લીધી હતી અને તે કોઈરીતે મૈસૂર પહોંચી ગયા હતા.

આ પણ વાંચોઃ-જાપાનની ગરમીઓમાં લોકપ્રિય થઈ રહ્યા છે 'ઠંડા માસ્ક', જાણો કેવા હોય છે આ માસ્ક

ઘરેથી દૂર થવાની લાંબી યાત્રા અને તણાવના કારણે તેઓ બીમાર પડી ગયા હતા. અને તેમની યાદશક્તિ જતી રહી હતી. અને તેમને કંઈ જ યાદ આવતું ન હતું. આમ તે મૈસૂરના રસ્તાઓ ઉપર ભટકી રહ્યા હતા. આ સમય દરમિયાન લોકો તરફથી આપવામાં આવતા ભોજન ઉપર જીવતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ-ગરમીના કારણે પત્નીએ બેડ ઉપર ઊંઘવાનો કર્યો ઈન્કાર, નારાજ પતિએ પી લીધું બાથરૂમ ક્લીનર

હવે દેશમાં લોકડાઉન લાગ્યું તો મૈસૂરમાં પણ લોકડાઉનનું પાલન કરાવવા માટે સ્થાનિક અધિકારીઓ પ્રયત્નો કરવા લાગ્યા. આ સમયે કરમસિંહ રસ્તા ઉપર ફરતા મળ્યા હતા. તેમની માનસિક સ્થિતિ સારી ન હતી. કોઈપણ તેમના વિશે કંઈ જ જાણતું ન હતું. આમ અધિકારીઓએ તેમના નાજારાજા બહાદુર નામના વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હતા.આ પણ વાંચોઃ-શું એક્સપાયરી ડેટ પછી પણ કોરોના સામે લડી શકવાના લાયક છે હેન્ડ સેનિટાઈઝર્સ?

વૃદ્ધાશ્રમમાં કેટલાક મનોચિકિત્સકે તેમની સારવાર કરવાનું શરુ કર્યું હતું. જેની અસર ધીમે ધીમે થવા લાગી હતી અને અને તેમની યાદશક્તી પાછી આવવા લાગી હતી. ત્યારબાદ વૃદ્ધે તેના પરિવારનું એડ્રેસ બતાવ્યું હતું. આમ મૈસૂર સિટી કોર્પોરેશને પોલીસ થકી તેમના પરિવાર સાથે સંપર્ક કર્યો હતો. તેમના બાળકો માનવા લાગ્યા હતા કે કરમસિંહનું મોત થયું છે. જોકે, હવે તેમને જાણ થઈ કે તેમના પિતા જીવતા છે અને અધિકારીઓ તેમને ઘરે મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
First published: May 21, 2020, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading