ગાઝિયાબાદમાં 4 માળની ઇમારત ધરાશાયી, રાહત-બચાવની કામગીરી શરૂ

News18 Gujarati
Updated: July 22, 2018, 4:22 PM IST
ગાઝિયાબાદમાં 4 માળની ઇમારત ધરાશાયી, રાહત-બચાવની કામગીરી શરૂ
ગાઝિયાબાદમાં ચાર માળની ઈમારત ધરાશાયી

  • Share this:
દિલ્હીથી સટે ગાઝિયાબાદમાં 4 માળની ઇમારત ધરાશાયી થઇ છે. બિલ્ડિંગમાં અનેક કામદારોને દબાયા હોવાની અશાંકા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક પહોંચી ગઇ હતી અને બચાવકામગીરી શરૂ કરવામાં આવી છે.

ઇમારત ગાઝિયાબાદના ગોવિંદપૂરમ પાસે આકાશનગરમાં ધરાશાયી થઇ છે. આ ઇમારતમાં 13 લોકો રહેતા હતા. હાલ તો રાહત-બચાવની કામગીરી શરૂ છે. અત્યાર સુધી 5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. NDRFના ડીજી સંજય કુમારે કહ્યુ કે કાટમાળમાંથી લોકોને કાઢવામાં આવી રહ્યા છે.

એનડીઆરએફના ડીજી સંજય કુમારે 'આજે પણ' થી કહ્યું છે કે 5 લોકો સલામત રીતે બહાર નીકળ્યા છે. વરસાદની બચાવ કાર્ય પર કોઈ અસર નથી. વરસાદને કારણે બચાવ કાર્ય પર કોઈ અસર નથી. ત્યા સ્થાનિક અનુસાર ઇમારતમાં તિરાડ પડી હતી.

ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલાં ગ્રેટર નોયડાના શાહબેરીમાં બે બિલ્ડિંગ્સ ધરાશાઇ થઇ હતી, જેમાં 9 લોકોના મોત થયા હતા.
First published: July 22, 2018, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading