Home /News /national-international /

કેન્દ્રીય મંત્રી બોલ્યા- પદ્માવતની જેમ સમાપ્ત થઈ જશે દલિતોનો વિરોધ

કેન્દ્રીય મંત્રી બોલ્યા- પદ્માવતની જેમ સમાપ્ત થઈ જશે દલિતોનો વિરોધ

  ઇરમ આગા

  કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતનું માનવું છે કે SC/ST એક્ટમાં સુધારાના વિરોધમાં સોમવારે દેશભરમા ભડકેલી હિંસા ખતમ થઈ જશે. સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રી ગેહલેતોના જણાવ્યા પ્રમાણે, દેખાવકારોને જ્યારે એવી પ્રતિતિ થશે કે આમાં વિરોધ કરવા જેવું કશું નથી ત્યારે તેઓ હિંસા રોકી દેશે. કેન્દ્રીય મંત્રીએ આ વિરોધની સરખામણી સંજયલીલા ભણશાલીની ફિલ્મ 'પદ્માવત'ના વિરોધ સાથે કરી હતી. તેમણે કહ્યું કે જેવી રાજપૂત સંગઠનોએ ફિલ્મ જોઈ કે તેમને માલુમ પડ્યું હતું કે રાણી પદ્માવતીના પાત્રને ખોટી રીતે નથી બતાવવામાં આવ્યું, તેમણે પ્રદર્શન રોકી દીધું.

  પદ્માવત સાથે સરખામણી કરતા તેમણે કહ્યું હતું કે દલિતોને બહુ ઝડપથી માલુમ પડશે કે પીએમ મોદી આ મુદ્દે તેમની સાથે છે. નોંધનીય છે કે સોમવારે એસસી/એસટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટે તેના પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

  ગેહલોત સાથે ન્યૂઝ 18ના ઇરમા આગાએ ભારત બંધ મુદ્દે કરેલી વાતચીત

  ચુકાદો અને બાદમાં હિંસાથી SC/ST લોકો વચ્ચે સરકારની ખોટી છાપ ઉભી થશે?

  એસસી અને એસટીના લોકો મોટી સંખ્યામાં બીજેપી સાથે જોડાયેલા છે. અમુક રાજકીય પાર્ટીઓ માને છે કે દલિતો તેમની સાથે છે. તેમણે આ અંગે ખોટી વાતો ફેલાવી છે, પરંતુ તથ્ય એવું છે કે દલિતો અમારી સાથે છે. બીજા પક્ષો ગમે એટલો પ્રયાસ કરી લે પરંતુ સત્યને દબાવી નહીં શકાય.

  પરંતુ વિરોધ પ્રદર્શનનું શું?

  લોકો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નારાજ છે. સરકારે રિવ્યૂ પિટિશન દાખલ કરી છે, અમે વિરોધ કરી રહેલા લોકોને મનાવી લઈશું. લોકોને જ્યારે ખબર પડશે કે તેમનો વિરોધ ખોટો છે ત્યારે તેઓ ફિલ્મ પદ્માવતની જેમ વિરોધ પ્રદર્શન કરવાનું બંધ કરી દેશે.

  શું આ પ્રદર્શન રાજકારણથી પ્રેરિત છે?

  અમે આઠ દિવસ પહેલા મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે સરકાર રિવ્યૂ પિટિશન દાખલ કરશે. અમે કહ્યું હતું કે સરકાર આ મુદ્દે બધુ કરશે, આ માટે રસ્તા પર ઉતરવાની જરૂર નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દલિતોના અધિકાર સલામત છે. તેમની હકો અને હિત જળવાઈ રહેશે. એસસી-એસટીના તમામ બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં આવશે. બીજા પક્ષના નેતા પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. તેનો મતલબ છે કે આ પ્રદર્શન રાજનીતિથી પ્રેરિત છે.

  રાહુલ ગાંધી કહે છે કે દલિતોની ઉપેક્ષા કરવી એક બીજેપી અને આરએસએસના ડીએનએમાં છે. તમે શું કહેશો?

  હું કોંગ્રેસને એક સવાલ પૂછવા માંગીશ. સૌપ્રથમ તો એસસી-એસટી પ્રિવેન્શન ઓફ એટ્રોસિટિ એક્ટ 1989 સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા જ નથી. આ એક્ટ વીપી સિંહ વખતે આવ્યો હતો, જેને 1989માં બીજીપીએ સમર્થન કર્યું હતું. બાદમાં માલુમ પડ્યું કે આ એક્ટમાં અમુક ખામી છે. તો કોંગ્રેસે તેને સુધારવા માટે શું કર્યું? 1997માં એસસી-એસટી અનામતને લઈને એક નિર્ણય આવ્યો, જે દલિત સમાજ વિરુદ્ધ હતો. એ સરકારને બીએસપી અને સપાનું સમર્થન હતું. જો તે લોકો ઈચ્છતા તો રિવ્યૂ પિટિશન દાખલ કરી શકતા હતા. આઈકે ગુજરાત અને એચડી દેવગૌડા વખતે આવું કરવામાં આવી શકતું હતું. પરંતુ પિટિશન દાખલ કરવામાં ન આવી. 2000માં અટલ બિહારી વડાપ્રધાન બન્યા બાદમાં તેમાં સુધારા કરવામાં આવ્યા.

  તે લોકો બીઆર આંબેડકરનું સન્માન નથી કરતા, તેમને વીપી સિંહ વખતે ભારત રત્ન આપવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સરકારે હવે રિવ્યૂ પિટિશન દાખલ કરી છે. જ્યારે કોંગ્રેસે આવું કેમ ન કર્યું?

  એવું શું થયું કે તમે રિવ્યૂ પિટિશન દાખલ કરવા મજબૂર થયા?

  જ્યારે સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો ત્યારે સરકારે આ વાતને ગંભીરતાથી લીધી હતી. સરકારે ઘણા લાંબા સમય સુધી વિચાર કર્યો હતો. મેં કાયદામંત્રીને ફાઇલ મોકલી અને ચર્ચા વિચારણા બાદ રિવ્યૂ પિટિશનનો નિર્ણય લેવામાં આવ્યો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Dalit protest, SC ST ACT

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन