વોટ કેવી રીતે મળે? મધ્યપ્રદેશ રાજ્યપાલ આનંદીબેન પટેલ હોદ્દાનો દુરઉપયોગ કરી રહ્યા છે!

News18 Gujarati
Updated: April 28, 2018, 7:16 PM IST
વોટ કેવી રીતે મળે? મધ્યપ્રદેશ રાજ્યપાલ આનંદીબેન પટેલ હોદ્દાનો દુરઉપયોગ કરી રહ્યા છે!

  • Share this:
સામાન્ય રીતે સંવિધાનિક પદ પર જે લોકો બેઠા હોય તેમની પાસે નિષ્પક્ષતાની આશા રાખવામાં આવતી હોય છે, પરંતુ કેટલીકવાર આવું જોવા મળતું નથી. મધ્યપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલે વોટ કેવી રીતે મેળવવા તે મુદ્દે ટીપ્સ આપી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ચિત્રકુટ મુલાકાતે છે. આ સમયે મધ્યપ્રદેશ રાજ્યપાલ આનંદીબેન પટેલે સતનામાં બીજેપી નેતાઓ સાથે વાતચીત કરી, જેને લઈ વિવાદ ઉભો થયો છે, અને તેમનો વીડિયો પણ વાયરલ થયો છે. સતનામાં એરપોર્ટ પર તેમણે મહાપૌર સહિત બીજેપીના અન્ય નેતાઓની હાજરીમાં ખુલ્લેઆમ કહ્યું કે, અધિકારીઓએ તો વોટ લેવાના નથી, પરંતુ આપણે તો મતદારો પાસેથી વોટ લેવાના છે.આ સમયે તેમણે ભાજપાની મહાપૌર મમતા પાંડેયને કહ્યું કે, આવી રીતે વોટ નહીં મળે. વોટ જોઈતા હોય તો, એક-એક કુપોષિત બાળકને દત્તક લો. તેમના ઘરે જાઓ અને બાળકોના માથામાં હાથ ફેરવો, નહીં તો વોટ નહીં મળે.

આ મુદ્દા પર વિપક્ષે કહ્યું કે, આનંદીબેન પટેલ પોતાના પદનો દુરઉપયોગ કરી રહ્યા છે, અને અગામી ચૂંટણીમાં પણ કરી શકે છે. કોંગ્રેસ નેતા આ મામલે રાષ્ટ્રપતિને એક પત્ર લખવાની યોજના બનાવી રહ્યા છે, અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરશે.
First published: April 28, 2018
વધુ વાંચો
अगली ख़बर