સફાઈકર્મી મનીષ કેમ બન્યા પહેલા ભારતીય, જેમને કોવિડ વેક્સીન આપવામાં આવી

સફાઈકર્મી મનીષ કુમારને કોરોના વાયરસ વેક્સીન આપવામાં આવી. (Photo: PTI)

દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડૉ. રણીદીપ ગુલેરિયાએ કહ્યું કે, વેક્સીનેશન માટે મનીષ કુમારની પસંદગીએ તમામ ફ્રન્ટલાઇન વોરિયર્સને મજબૂત સંદેશ આપ્યો છે

 • Share this:
  નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત AIIMSના ફ્રન્ટલાઇન સફાઈકર્મી મનીષ કુમાર (Manish Kumar), દેશના પહેલા વ્યક્તિ છે જેમને ઘાતક કોરોના વાયરસ (Coronavirus)થી બચાવનારી વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી. મનીષે કોવિડ ઝોનમાં સંક્રમણ નિયંત્રણનું પ્રક્ષિક્ષણ લીધા વગર પોતાનું કામ ઉત્સાહથી કર્યું હતું, તેના કારણે આ મનીષ કુમારને કોરોના વેક્સીન મેળવવાની પહેલી તક મળી.

  AIIMSના ડાયરેક્ટર ડૉ. રણીદીપ ગુલેરિયાએ કહ્યું કે, જ્યારે હું પોતે સરળતાથી વેક્સીન મેળવનારો પહેલી વ્યક્તિ હોઈ શકતો હતો, તો મનીષ કુમારની પસંદગીએ તમામ ફ્રન્ટલાઇન યોદ્ધાઓને એક મજબૂત સંદેશ આપ્યો છે કે આપણ સૌ આપના ખૂબ જ આભારી છીએ અને આપના યોગદાનને ક્યારેય ભૂલાશે નહીં. આ વાત આપણા માટે અગત્યની નથી તમે કોણ અને તમે કયા પદ પર છો.

  આ પણ વાંચો, કેવી રીતે બન્યો હતો રામ સેતુ? તમામ રહસ્ય આવશે બહાર, પાણીની નીચે થશે રિસર્ચ 

  ડૉ. ગુલેરિયાએ News18 સાથેની વાતચીતમાં કહ્યું કે, ઘણા લોકો કોવિડ વૉરનો હિસ્સો રહ્યા છે, જે Unsung Heroes છે. આ લોકોએ થાક્યા વગર કામ કર્યું છે. આ જ એ લોકો છે જે સંક્રમણના નિયંત્રણનું પ્રશિક્ષણ લીધા વગર કોવિડ ક્ષેત્રમાં ગયા. તેઓએ બહુ મોટું જોખમ ઉઠાવ્યું અને આપણે તેમને સન્માનિત કરવા જોઈએ. તેથી મને લાગે છે કે આ તમામ હેલ્થવર્કર્સનું સન્માન છે. ડૉ. ગુલેરિયાએ પણ શનિવારે કોરોના વેક્સીન લીધી હતી.

  આ પણ વાંચો, Indigo Paintsમાં રોકો નાણા અને બનો માલામાલ, જાણો કેટલો છે પ્રાઇઝ બેન્ડ

  ઉલ્લેખનીય છે કે, ભારતમાં શનિવારે કોવિડ-19 મહામારીની વિરુદ્ધ દુનિયાની સૌથી મોટા વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બે વેક્સીન કોવીશિલ્ડ અને કોવેક્સીનને મંજૂરી આપી છે. તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે બનાવી છે. વેક્સીનેશનના પહેલા ચરણમાં ત્રણ કરોડ લોકોને પ્રાથમિકતાના આધાર પર વેક્સીન આપવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: