'મને ઘરમાં હાથ ખર્ચના પણ પૈસા નથી આપતા, ઢોંગી છે', મૃત્યુ પહેલા અત્યાચારની કહાનીનો રેકોર્ડ કર્યો VIDEO

થાણેમાં મહિલાએ આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો વીડિયો

તેના પર થયેલા અત્યાચારની આપવીતીનો એક વિડિયો (Video) રેકોર્ડ કર્યો અને તેના મિત્રોને મોકલ્યો. આ વીડિયો મેસેજમાં પીડિતાએ તેના પર થતા અત્યાચાર વિશે જણાવ્યું છે.

  • Share this:
    થાણે : થાણે શહેરના (Thane Crime News) વર્તક નગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના સાસરિયાથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા (Thane Suicide Case) કરતા પહેલા, તેણે તેના પર થયેલા અત્યાચારની આપવીતીનો એક વિડિયો (Video) રેકોર્ડ કર્યો અને તેના મિત્રોને મોકલ્યો. આ વીડિયો મેસેજમાં પીડિતાએ તેના પર થતા અત્યાચાર વિશે જણાવ્યું છે. વીડિયોમાં તે કહે છે કે, તેનો પતિ તેની સતત અવગણના કરી રહ્યો છે. (Thane woman commits suicide)

    સાથે જ મહિલાએ કહ્યું છે કે, જો તે બીમાર હોય તો પણ તેને ડોક્ટર પાસે લઈ જવામાં નથી આવતી. છેલ્લા ઘણા દિવસોમાં આવી અનેક ત્રાસ દાયક ઘટનાઓ વારંવાર સામે આવી ચુકી છે. તેણે લોકડાઉનમાં મહિલાઓ વિરુદ્ધ હિંસામાં વધારો થયાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ વીડિયોમાં મહિલા રડી રહી છે અને પોતાની સાથે થયેલા અત્યાચારનું વર્ણન કરી રહી છે.

    આ વીડિયોમાં તે શું કહે છે?

    આ વીડિયોમાં મહિલાએ પોતાની સાથે થતા અત્યાચારનું વર્ણન કર્યું છે. તેણી કહે છે કે, તેના સસરા તેના હાથ ખર્ચ માટે તેને એક પણ રૂપિયો નથી આપતા. તેણે પાઈ પાઈ બચત કરીને એક સીવણ મશીન લીધું. પીડિતા રોતા રોતા કહે છે કે, તેનો ઉપયોગ કરવાની પણ મનાઈ કરી દેવામાં આવી. કહે છે તારે શું કમાવાની જરૂર છે? શું તને ઘરમાં કપડાં અને ખાવાનું નથી મળતુ? તો તારે આ કામ કરવાની શું જરૂર છે, એમ કહીને સિલાઈ મશીન પર કામ કરવાની પણ મનાઈ કરી દીધી. પરંતુ હું પૈસા માંગું કઈં કામ માટે તો મને કોઈ આપતું નથી. હું છેલ્લા 11 વર્ષથી આ વ્યક્તિઓ સાથે રહું છું. પણ મારા પતિ માત્ર પોતાના વિશે જ વિચારે છે. તેને તેનાથી આગળ કશું દેખાતું નથી. તે લોકો સામે મારી સાથે ખૂબ સારી રીતે વર્તે છે, ખૂબ જ સરસ હોવાનો ઢોંગ કરે છે. પરંતુ આ વિડીયોમાં મહિલા કહી રહી છે કે, આ લોકો મને કઈં જ મહત્વ નથી આપી રહ્યા. આ મેસેજમાં તેણે પોતાના માતા -પિતા પાસે આ પ્રકારનું પગલું ભરવા બદલ માફી માંગી છે. ઘટનાની માહિતી મળતા જ પ્રતાપનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી.

    થાણેમાં મહિલાએ આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો વીડિયો


    આ પણ વાંચોશરમ જનક! PORN VIDEO જોઈ બહેને સગા નાના ભાઈ સાથે એવું કૃત્ય કર્યું કે મુંબઈ હચમચી ગયું

    અત્યાર સુધી ઘણી મહિલાઓએ તેમના સાસરીપક્ષના ત્રાસથી કંટાળીને પોતાની જીવન યાત્રા સમાપ્ત કરી છે. પરંતુ અનેક દોષિતોને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. પીડિતાએ આ વીડિયો મેસેજ રેકોર્ડ કર્યો છે અને તેને તેના મિત્રોને મોકલ્યો છે, જેથી આ કિસ્સામાં આવું ન થાય અને તેની સાથે અત્યાચાર કરનાર તેના સાસરીયાને સખત સજા મળે. તેણે આત્મહત્યાનું ભરેલુ પગલું ચોક્કસપણે ખોટું છે, પરંતુ આ વીડિયો આરોપીને સજા અપાવવામાં મદદ કરશે.
    Published by:kiran mehta
    First published: