ક્રૂરતા : 9 વર્ષના બાળકથી પથારી ભીની થતી હતી, માતા-પિતાએ પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યા

પ્રતિકાત્મક તસવીર

બાળકનો વાંક માત્ર એટલો હતો કે, તે ઉંઘમાં પથારીમાં જ પેશાબ(Bed Wetting) કરી જતો

 • Share this:
  થાણે : કળિયુગ ચાલી ચાલી રહ્યો હોવાનો વધુ એક પુરાવો મહારાષ્ટ્રમાંથી મળ્યો છે. મહારાષ્ટ્રના થાણે શહેરમાં પતિ-પત્નીએ 9 વર્ષના બાળક સાથે ક્રૂરતા વટાવે તેવી હરકત કરી છે. થાણે શહેર (Thane city)ના વાગલ એસ્ટેટમાં રહેતા એક યુગલે તેમના નવ વર્ષના બાળક પર ક્રૂરતા ગુજારી છે. એ બાળકનો વાંક માત્ર એટલો હતો કે, તે ઉંઘમાં પથારીમાં જ પેશાબ(Bed Wetting) કરી જતો હતો. બાળકના આ કૃત્યથી કંટાળીને પતિ-પત્નીએ 9 વર્ષના બાળકને માર્યો હતો. તેમજ તેના પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યા હતા.

  શું છે સમગ્ર ઘટના?

  બાળકના પિતા અને તેની બીજી પત્ની પર પૂર્વ પત્નીના પુત્ર પર ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પૂર્વ પત્નીએ પોતાના બાળક પર થતા જુલમ સામે અવાજ ઉઠાવીને પતિ અને તેની બીજી પત્ની વિરૂદ્ધ પોલિસ ફરિયાદ કરી છે. પૂર્વ પત્નીએ આક્ષેપ મૂક્યો છે કે તેનો પતિ અને બીજી પત્ની બાળકના બેડ વેટિંગથી ગુસ્સે થઈને માર માર્યો છે અને તેના પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યાં છે.

  આ પણ વાંચો - આ ગામમાં એક પણ મત ના પડ્યો, જાણો કેમ ગામલોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર

  વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના એસએચઓ(SHO)એ રવિવારે જણાવ્યું હતું કે, આઇપીસી(IPC)ની કલમ 324, 325, 342, 498A, 494 RW 34 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ તેમના પર કેસ નોંધવામાં આવ્યો છે. પૂર્વ પત્નીએ આરોપ પણ મૂક્યો છે કે પતિએ તેને હજુ છૂટાછેડા (Divorce) આપ્યા નથી અને બીજી પત્ની સાથે રહે છે. તેમણે મારા પુત્ર પર અત્યાચાર ગુજાર્યો છે.

  દુ:ખની વાત એ છે કે હજી સુધી પોલીસ દ્વારા કોઈપણ તપાસ આદરવામાં નથી આવી અને કોઈપણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી.
  Published by:Ashish Goyal
  First published: