કાસગંજમાં દલિત યુવકનો વરઘોડો નીકળશે 'તંત્ર'ના સહારે

 • Share this:
  કાસગંજના નિઝામપુર ગામમાં દલિત યુવકના લગ્નનો વિવાદ હજી શમ્યો નથી. તો બીજી તરફ એક બીજા યુવકનો આરોપ છે કે ગામના જ કેટલાક દબંગ ઠાકુર બેન્ડ -વાજાની સાથે તેમનો વરઘોડો જવા દેતા ન હતાં. જ્યાં બીજી તરફ હવે કાસગંજ તંત્રએ પણ દલિત યુવકના વરઘોડામાં વિવાદ ઉભો કર્યો. નોંધનીય છે કે કાસગંજમાં ઠાકુરોના વરઘોડા દલિતો નીકળવા દેતા નથી.

  આ મામલે ન્યૂઝ 18 હિન્દી સાથે કરેલી ખાસ વાતચીતમાં વરઘોડો લઇને આવેલ દલિત યુવક સંજયે જણાવ્યું કે ડીએમ કાસગંજ સાથે વાત થઇ ગઇ છે. તેમણે વરઘોડામાં સંપૂર્ણ સુરક્ષા આપવાનો વિશ્વાસ આપ્યો હતો. યુવતી શિતલના ઘરની સામે પોલીસ તૈનાત કરવામાં આવી.

  ધમકી મળ્યાં પછી યુવતીના ભાઇ બિટ્ટુને પણ ગનર આપવામાં આવ્યો. 20 એપ્રિલના રોજ થનારા લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. જે યુવતી સાથે લગ્ન થવાના હતાં તેને વયસ્ક થવામાં 2 મહિના બાકી હતાં. જેના જવાબમાં યુવક સંજયનું કહેવું હતું કે, ગામની શાળામાં રહેલા દસ્તાવેજો પ્રમાણે યુવતીની ઉંમર 17 વર્ષ 10 મહિના છે. પરંતુ હકીકતમાં યુવતીની ઉંમર 20 વર્ષની છે. શાળામાં પ્રવેશ કરાવતાં પહેલા માતા-પિતાએ યુવતીની ઉંમર ઓછી લખાવી હતી. જો ઓછી ઉંમર લગ્નમાં મુશ્કેલી ઉભી કરશે તો હું યુવતીનો મેડિકલ ટેસ્ટ કરાવીશ.

  યુવતીની માતા


  શીતલની માતાએ કહ્યું કે, પહેલી વખત અમારે ત્યાં વરઘોડો નથી આવતો. આ પહેલા પણ અમારી ત્રણ નણંદના લગ્ન થયા છે. જેમાં એક નણંદના લગ્નનો વરઘોડામાં ઠકુરોએ અડધેથી બેન્ડ-વાજા બંધ કરાવી દીધા હતાં. જ્યારે બીજા નણંદનો વરઘોડો કોઇપણ અવાજ વગર જ આવ્યો હતો. જો કે બાજુના ગામમાં વરઘોડા નીકળતા રહે છે. ત્યાં પણ ઠાકુર અને દલિત સાથે રહે છે. પરંતુ ત્યાં આવા કોઇ વિવાદ નથી થતાં. હવે તંત્રએ અમને વિશ્વાસ આપ્યો છે કે વરઘોડો બેન્ડ-વાજા સાથે જ નીકળશે.
  First published: