થાઈલેન્ડ : 20 લોકોની હત્યા કરી મૉલમાં છુપાયો સનકી સૈનિક, લખ્યું- મોતથી કોઈ બચી ન શકે

News18 Gujarati
Updated: February 9, 2020, 9:12 AM IST
થાઈલેન્ડ : 20 લોકોની હત્યા કરી મૉલમાં છુપાયો સનકી સૈનિક, લખ્યું- મોતથી કોઈ બચી ન શકે
સૈન્ય કેમ્પથી હથિયાર ચોરીને ભાગ્યો હતો કથિત હુમલાખોર સૈન્ય અધિકારી, મૉલમાં લોકોને બંધક બનાવી ઉતાર્યા મોતને ઘાટ

સૈન્ય કેમ્પથી હથિયાર ચોરીને ભાગ્યો હતો કથિત હુમલાખોર સૈન્ય અધિકારી, મૉલમાં લોકોને બંધક બનાવી ઉતાર્યા મોતને ઘાટ

  • Share this:
નવી દિલ્હી : થાઈલેન્ડ (Thailand)ના એક સૈનિક (Soilder)એ અંધાધૂંધ ફાયરિંગ કરી (Mass Shooting) ઓછામાં ઓછા 20 લોકોની હત્યા કરી દીધી. આ ઘટના થાઈલેન્ડના કોરાટ શહેર (Korat City)ના ઉત્તર પૂર્વ વિસ્તારની છે. હુમલાખોર એક સૈનિક છે જેનું નામ સાર્જન્ટ મેજર જકરાપંત થોમ્મા છે.

પોલીસ (Police)ના રિપોર્ટ મુજબ આ સૈનિક અચાનક જ ફાયરિંગ કરવા લાગ્યો. શહેરના સ્વાસ્થ્ય પ્રશાસન (Health Authorities) મુજબ, આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે. બીજી તરફ સશસ્ત્ર પોલીસે અનેક ડઝનબંધ લોકોને મૉલની અંદરથી બચાવ્યા છે.

સંદિગ્ધ હુમલાખોર હજુ પણ ઘટનાસ્થળે હોવાની આશંકા

બેન્કોક પોસ્ટના અહેવાલ મુજબ, સંદિગ્ધ જવાનની ઉંમર લગભગ 32 વર્ષની છે. તેણે શોપિંગ સેન્ટરમાં ઉપસ્થિ લોકોને પહેલા બંધક બનાવી દીધા, ત્યારબાદ તેમની પર રાઇફલથી હુમલો કર્યો. જોકે અધિકૃત રીતે તેની પુષ્ટિ નથી થઈ શકી.

રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પોલીસ, સૈન્ય કમાન્ડો અને શાર્પ શૂટરોએ ટર્મિનલ 21 મૉલને ઘેરી લીધો છે. એ વાતની આશંકા છે કે હુમલાખોર ડરેલી ભીડની વચ્ચે છુપાઈ શકે છે.

સૈન્ય કેમ્પથી હથિયાર ચોરીને ભાગ્યો હતો કથિત હુમલાખોર સૈન્ય અધિકારીરક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે કથિત આરોપી જૂનિયર અધિકારી (Junior Officer) જકરાપંત થોમાએ કેમ્પથી હથિયાર ચોરતાં પહેલા પોતાના કમાન્ડિંગ અધિકારી ઉપર પણ હુમલો કર્યો હતો.

આ હુમલા બાદ આરોપીએ ઉત્તર-પૂર્વ બેન્કોકના શહેર કોરાટ (Northeast Bangkok's Korat city)ના શોપિંગ સેન્ટર અને બૌદ્ધ મંદિર પર ગોળીબાર કર્યો. આ હુમલાના ફુટેજમાં હુમલાખોરને કારથી બહાર આવીને એક શોપિંગ સેન્ટર (Shopping Center)માં લોકો પર ફાયરિંગ કરતો જોઈ શકાય છે. હુમલાખોર લોકો પર ફાયરિંગ કરી રહ્યો હતો ત્યારે લોકોને મૉલમાં ભાગતા હોવાના વીડિયો પણ જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શૅર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં લોકો છુપાવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

બંદૂધધારીએ પણ ફેસબુક પર પોતાની તસવીર પોસ્ટ કરી છે અને 'શું મારે આત્મસમર્પણ કરવું જોઈએ' અને 'કોઈ પણ મોતથી ન બચી શકે' જેવી વાતો લખી છે. ફેસબુક વીડિયોમાં (બાદમાં હટાવી દેવામાં આવ્યો) હુમલાખોર સેનાની હેલ્મેટ પહેરીને ખુલી જીપમાં સવાર છે અને કહી રહ્યો છે કે હું થાકી ગયો છું...હું હવે આંગળીઓને વધુ નહીં દબાવી શકતો. વીડિયોમાં તે પોતાના હાથમાં બંદૂધ ટ્રિગરનું નિશાન બતાવી રહ્યો છે.

આ પણ વાંચો, બ્રેકઅપથી નારાજ યુવકે પ્રેમિકાને ચાકૂ માર્યું, બાદમાં કૉલેજના ત્રીજા માળેથી મારી છલાંગ


 
First published: February 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading