સંસદમાં ફોન પર પોર્ન જોતા પકડાયા સાંસદ, બાદમાં આપ્યું વિચિત્ર નિવેદન

News18 Gujarati
Updated: September 19, 2020, 3:33 PM IST
સંસદમાં ફોન પર પોર્ન જોતા પકડાયા સાંસદ, બાદમાં આપ્યું વિચિત્ર નિવેદન
પ્રતિકાત્મક તસવીર

બાદમાં આ મામલે તેમને પ્રશ્ન પુછતા તેમણે આ વાત સ્વીકાર તો કરી પરંતુ સાથે વિચિત્ર બહાનું પણ બતાવ્યું.

  • Share this:
બેન્કોક: પ્રજા પસંદ કરી પોતાના પ્રતિનિધિઓને સંસદમાં મોકલે છે, જેથી તે તે લોકો પોતાના અવાજને સૌથી શક્તિશાળી મંચ સુધી પહોંચાડી શકે, પરંતુ કેટલીક વખત સાંસદ એવું કઈ કરી બેસે છે કે, બાદમાં તેમણે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. થાઈલેન્ડની સાંસદમાં પણ આવું જ કઈંક જોવા મળ્યું. અહીં એક સાંસદ સંસદમાં બેસીને મોબાઈલ પર આપત્તિજનક તસવીરો જોતા કેમેરામાં કેદ થઈ ગયા. બાદમાં આ મામલે તેમને પ્રશ્ન પુછતા તેમણે આ વાત સ્વીકાર તો કરી પરંતુ સાથે વિચિત્ર બહાનું પણ બતાવ્યું.

ગુરૂવારે થાઈલેન્ડની સાંસદમાં બજેટ પર ચર્ચા થવાની હતી. બધા સાંસદો બજેટના દસ્તાવેજને જોઈ રહ્યા હતા. આ દરમિયાન સાંસદ રોન્નાથેપ અનુવત ફોન પર કઈ અલગ જ કરવામાં વ્યસ્ત હતા. પ્રેસ ગેલરીમાં બેસીને પત્રકારોએ તેમની તસવીર લઈ લીધી અને જૂમ કરીને જોઈ તો સામે આવ્યું કે, તે મહિલાઓની આપત્તિજનક તસવીરો જોઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના ચહેરા પરથી માસ્ક પણ હટાવી લીધુ હતું.

આ પણ વાંચોકયા દિવસે સંબંધ રાખવાથી બાળક રહે?

તે ત્રણ તસવીરો ખુબ જોઈ રહ્યા હતા, જેમાં એક તસવીરમાં મહિલા ટોપલેસ છે તો બીજી તસવીરમાં ન્યૂડ થઈ બેડ પર સુઈ રહી હતી. સત્તાધારી પાલાંગ પ્રછારાય પાર્ટીના ચોનબુરી પ્રાંતના સાંસદને બાદમાં જ્યારે પત્રકારોએ આ મામલે પ્રશ્ન પુછ્યો તો, શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા.

જોકે, આ વાત તેમણે સ્વીકાર કરી કે, તેઓ મોબાઈલમાં આપત્તિજનક તસવીરો જોઈ રહ્યા હતા. પરંતુ. તેમણે દાવો કર્યો કે, તેમને કોઈએ પૈસા અને મદદની માંગ કરતા આ તસવીરો મોકલી હતી. સાંસદે કહ્યું કે, તે તસવીરોમાં બેકગ્રાઉન્ડ જોઈ એ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે, આ યુવતી કોઈ મુસીબતમાં તો નથી ને. તે યુવતીની આસપાસની વસ્તુઓ જોઈ રહ્યા હતા.
સાંસદે કહ્યું કે, તે એટલા માટે આ તસવીરો ધ્યાનથી જોી રહ્યા હતા કેમ કે, તેમને ડર હતો કે, આ યુવતી કોઈ ગેન્ગસ્ટરના કબજામાં હોઈ શકે છે. તેમણે કહ્યું કે, બાદમાં તેમને અહેસાસ થયો કે, યુવતી પૈસા માંગી રહી હતી આ કારણે તેમણે આ તસવીરો મોબાઈલમાંથી ડિલિટ કરી દીધી. આ મામલો મીડિયામાં ઉછળ્યા બાદ સરકારે તેમની પાસે આ મામલે જવાબ પણ માંગ્યો. 2012માં બેંકોકના સાંસદ નાત બનતાદતન પણ સંવિધાનિક સંશોધન દરમિયાન પોર્ન જોતા પકડાયા હતા.
Published by: kiran mehta
First published: September 19, 2020, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading