Home /News /national-international /'આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ' - આ દેશમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ, એલર્ટ જાહેર
'આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ' - આ દેશમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ, એલર્ટ જાહેર
લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ
થાઈલેન્ડની રાજધાની બેંગકોક અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલા વાયુ પ્રદુષણને (Air Pollution) કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. રોઇટર્સના અહેવાલો અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવા અને બહાર ન નીકળવાની વિનંતી કરી છે.
બેંગકોકઃ થાઈલેન્ડની રાજધાની બેંગકોક અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલા વાયુ પ્રદુષણને કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. રોઇટર્સ અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવા અને બહાર ન જવાની અપીલ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, બેંગકોકમાં PM2.5 70.5 પર પહોંચી ગયો છે, જે સામાન્ય કરતા 14 ગણો ખરાબ છે. તે જ સમયે, સ્વિસ એર ક્વોલિટી ટ્રેકિંગ પ્લેટફોર્મ IQAir એ બેંગકોકની હવાની ગુણવત્તાને વિશ્વની છઠ્ઠી સૌથી ખરાબ ગણાવી છે.
ઘરેથી કામ કરો
થાઈલેન્ડના પોલ્યુશન કંટ્રોલ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, વાહનોના કારણે થતા પ્રદૂષણ અને હવામાનમાં આવેલા અચાનક બદલાવને કારણે હવાની ગુણવત્તામાં ઘટાડો નોંધાયો છે. પ્રદૂષણ નિયંત્રણ વિભાગના ડિરેક્ટરે કહ્યું કે, 'અમારે લોકોને ઘરેથી કામ કરવા માટે પ્રેરિત કરવા પડશે, બીજી તરફ શાળાઓ માટે…બાળકોના સ્વાસ્થ્યને જોતા તેમણે આઉટડોર એક્ટિવિટીઝ બંધ કરવી પડી છે.
શહેરના રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે, હવાના પ્રદૂષણને કારણે વિઝિબિલિટી બગડી છે. અમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. બેંગકોકમાં રહેતી કંજનાપોર્ન યામ્પીકુલે રોયટર્સને કહ્યું કે, 'મારી આંખો બળી રહી છે, જ્યારે પણ હું બાઇક ચલાવું છું ત્યારે હું મુશ્કેલીમાં આવી જાવ છું.
WHOએ કહ્યું કે, હવા ગંભીર છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ 2.5 નું સરેરાશ વાર્ષિક રીડિંગ 5 માઇક્રોગ્રામ ક્યુબિક મીટરથી વધુ ન હોવું જોઈએ, પરંતુ બેંગકોક અને આસપાસના વિસ્તારોમાં વર્તમાન પીએમ સ્તર 70.5 માઇક્રોગ્રામ ક્યુબિક મીટર નોંધવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર