Home /News /national-international /Valentine’s Day: વેલેન્ટાઈન ડેની અસર દેખાઈ, આ દેશમાં લોકોને ફ્રીમાં કંડોમ આપશે સરકાર
Valentine’s Day: વેલેન્ટાઈન ડેની અસર દેખાઈ, આ દેશમાં લોકોને ફ્રીમાં કંડોમ આપશે સરકાર
આ દેશમાં ફ્રીમાં કંડોમ વહેંચશે સરકાર
આપને જાણીને હૈરાની થશે કે, થાઈલેન્ડ સરકાર કંડોમ ચાર આકારમાં વહેંચશે. તેમાં દેશભરના ફાર્મેસિયો અને હોસ્પિટલોની પ્રાથમિક દેખરેખવાળા એકમોમાંથી મેળવી શકાશે.
દુનિયાભરમાં હવે સેફ સેક્સને લઈને સરકારો પણ પગલા ઉઠાવી રહી છે. તો વળી વેલેન્ટાઈન ડેથી પહેલા થાઈલેન્ડની સરકારે પોતાના દેશના લોકોને 95 મિલિયન મફક કન્ડોમ વિતરણ કરવાનો પ્લાન બનાવ્યો છે. આપને જણાવી દઈએ કે, થાઈલેન્ડ વેલેન્ટાઈન ડેથી પહેલા સુરક્ષિત યૌન સંબંધને પ્રોત્સાહન આપવા માગે છે. થાઈલેન્ડ સરકારના પ્રવક્તા રચદા ધનાદિરેકે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, 1 ફેબ્રુઆરીથી યૂનિવર્સિલ હેલ્થકેર કાર્ડધારક એક વર્ષ માટે એક અઠવાડીયામાં 10 કન્ડોમ પ્રાપ્ત કરી શકશે.
આપને જાણીને હૈરાની થશે કે, થાઈલેન્ડ સરકાર કંડોમ ચાર આકારમાં વહેંચશે. તેમાં દેશભરના ફાર્મેસિયો અને હોસ્પિટલોની પ્રાથમિક દેખરેખવાળા એકમોમાંથી મેળવી શકાશે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડ સરકારના પ્રવક્તાએ કહ્યું કે, દેશમાં ગોલ્ડ કાર્ડ ધારકોને મફક કંડોમ આપવાનું અભિયાન બિમારીઓને રોકવા માટે અને સાર્વજનિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે મદદગાર થશે. તેની સાથે જ તેમણે કહ્યું કે, સરકારે અમુક બિમારીઓને કંટ્રોલ કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે, જેમાં સિફલિસ, સર્વાઈકલ કેન્સર અને ગોનોરિયા, ક્લૈમાઈડિયા અને એઈડ્સ સામેલ છે.
થાઈલેન્ડમાં યૌન રોગનો આંકડો વધ્યો
થાઈલેન્ડમાં હાલમાં જ યૌન સંચારિત રોગનો ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં સિફલિસ અને ગોનોરિયાના વર્ષ 2021માં આવેલા મામલામાં અડધાથી વધારે કેસો સામે આવ્યા છે. આંકડામાંથી ખબર પડે છે કે, આ બિમારીઓથી સંક્રમિત લોકોમાં સૌથી વધારે 15થી 19 અને 20થી 24 વર્ષની વચ્ચેના લોકો છે. સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2021માં દર 1000માંથી 24.4 થાઈ છોકરીઓએ 15થી 19 વર્ષની વચ્ચેમાં બાળકોને જન્મ આપ્યો છે.
કંડોમને ચેક કરો
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ઘણી વાર કંડોમથી છેતરાઈ જવાય છે. તેના માટે જરુરી છે કે, કંડોમના પેકેટને થયેલા નુકસાનની તપાસ કરો અને તેની એક્સપાયરી ડેટ ચેક જરુરથી કરો. જો તે જૂનુ થઈ ગયું છે, તો તેને ખરીદવા જોઈએ નહીં અને ક્યારેય પણ એક્સપાયરી ડેટ વાંચ્યા વિના કંડોમ ખરીદવા નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર