Home /News /national-international /

સેક્સ રેકેટમાં પકડાયેલી થાઇલેન્ડની યુવતીઓનો ચોંકાવનારો ખુલાસો, પહેલા હતી પુરુષ, આ કામ માટે સ્ત્રી બની

સેક્સ રેકેટમાં પકડાયેલી થાઇલેન્ડની યુવતીઓનો ચોંકાવનારો ખુલાસો, પહેલા હતી પુરુષ, આ કામ માટે સ્ત્રી બની

ઇન્દોરમાં (indore)હાલમાં જ પકડાયેલા સેક્સ રેકેટમાં (sex racket)ચોંકાવનારો ખુલાસો થયો

madhya pradesh news - વિદેશી યુવતીઓના પાસપોર્ટ પણ જોયા હતા. તે સમયે ખબર પડી કે ચાર યુવતીઓના પાસપોર્ટ પર પુરુષ લખેલું છે. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે તે પહેલા પુરુષ હતા

    ઇન્દોર : ઇન્દોરમાં (indore)હાલમાં જ પકડાયેલા સેક્સ રેકેટમાં (sex racket)ચોંકાવનારો ખુલાસો થયો છે. થાઇલેન્ડની યુવતીઓમાંથી (thailand girls)4 યુવતીઓ પહેલા પુરુષ હતી. તે લિંગ પરિવર્તન કરાવીને ભારત આવી હતી. તેમના પાસપોર્ટ ઉપર પણ પુરુષ લખેલું છે. આ બધી યુવતીઓ સ્પા સેન્ટરમાં (Spa center)કામના નામે દેહવેપારનું કામ કરતી હતી. પોલીસે સ્પા ના સંચાલક સહિત બધી યુવતીઓને જેલ મોકલી દીધી છે.

    મહિલા થાના પ્રભારી જ્યોતિ શર્માએ જણાવ્યું કે સેક્સ રેકેટ પર રેડ પાડ્યા પછી બધી યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પછી બધાના દસ્તાવેજ ચકાસવામાં આવ્યા હતા. તેમાં વિદેશી યુવતીઓના પાસપોર્ટ પણ જોયા હતા. તે સમયે ખબર પડી કે ચાર યુવતીઓના પાસપોર્ટ પર પુરુષ લખેલું છે. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે તે પહેલા પુરુષ હતા. આ પછી લિંગ પરિવર્તન કરાવીને સેક્સ વર્કર બની ગયા હતા.

    યુવતીઓએ કહ્યું - દેહ વેપારના ધંધામાં આવ્યા સિવાય કોઇ વિકલ્પ ન હતો

    પોલીસે જણાવ્યું કે મસાજ પાર્લરમાંથી પડકાયેલી બે યુવતીઓની પહેલા પણ ધરપકડ કરવામાં આવી હતી. સ્પા સેન્ટરના મેનેજર સંજય વર્માની પણ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. યુવતીઓએ જણાવ્યું કે તેમને પહેલા સેક્સ રેકટમાં પકડવામાં આવ્યા તો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. તેમને જામીન એ શરતે મળ્યા હતા કે જ્યાં સુધી કેસ ખતમ ના થાય ત્યાં સુધી તે દેશ છોડીને જઈ શકશે નહીં. આવામાં જામીન પર બહાર આવીને જીવન પસાર કરવું પડકારજનક હતું કારણ કે પાસપોર્ટ વગર પોતાના દેશ જઈ શકતી નથી. જેથી જીવન પસાર કરવા દેહ વેપારના ધંધામાં આવ્યા સિવાય કોઇ વિકલ્પ ન હતો.

    આ પણ વાંચો - હાડ કંપાવતી ઠંડીમાં દેશની રક્ષા કરતા જવાનનો VIDEO વાયરલ, તમને ઘરમાં ઠંડી ચડી જશે

    ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

    પોલીસના મોટા અધિકારીઓને વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શગુન આર્કેડ નામની બિલ્ડિંગમાં લાંબા સમયથી અનૈતિક ગતિવિધિઓની જાણકારી સતત મળી રહી હતી. સ્પા પાર્લર તેનો અડ્ડો હતો. સતત મળી રહેલી ફરિયાદને કારણે ઇન્દોરના કમિશનરે ફરીથી ક્રાઇમ બ્રાન્ચને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

    પોલીસને જોઈ રડવા લાગી યુવતીઓ

    રેડ દરમિયાન જોવા મળ્યું કે અહીં બધી જ સુવિધાયુક્ત અલગ-અલગ કેબિન બનેલા હતા. કેબિનમાં સંદિગ્ધ સ્થિતિમાં યુવક-યુવતી ઉપસ્થિત હતા. બધા કેબિનમાં વિદેશી યુવતીઓ હતી. પોલીસને જોઈને યુવક-યુવતીઓ રડવા લાગી હતી. એક વર્ષ પહેલા આ જ બિલ્ડિંગમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી ત્યારે પણ વિદેશી યુવકતીઓ ઝડપાઇ હતી.

    જેટલી રકમ તેટલી ઓફર

    પાર્લરમાં કાઉન્ટર ઉપર જ યુવતીઓને પસંદ કરવાનો વિકલ્પ મળતો હતો. અહીં યુવતીઓને પસંદ કરીને સ્પા પછી શારિરીક સંબંધ બનાવવા સહમત કરવામાં આવતા હતા. આ દરમિયાન યુવકોને મોટી રકમ આપવી પડતી હતી. જેટલી મોટી રકમ તેટલી વધારે સુવિધા આપવામાં આવતી હતી. પાર્લરમાં વિદેશી યુવતીઓની વધારે માંગ રહેતી હતી. મોટા ઘરના લોકો પણ અહીં આવતા હતા. સ્થળ પરથી મળેલા રજિસ્ટર અને સીસીટીવીમાં ઘણા લોકોની ડિટેલ મળી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Madhya pradesh, Madhya pradesh news

    આગામી સમાચાર