થાઈલેન્ડમાં આ 45 દેશના નાગરિકો ક્વોરન્ટીન ફ્રી યાત્રા કરી શકશે, જાણો ભારતની સ્થિતિ શું છે

થાઈલેન્ડમાં ફુકેતના લગભગ ખાલી પડેલા કાટા સમુદ્રકિનારે ડાન્સ કરતા સ્થાનિકો (ફાઈલ ફોટો)

Thailand Quarantine free Travel: પોતાના પર્યટન ક્ષેત્રના માધ્યમથી દેશના અર્થતંત્રને ફરી પાટા પર લાવવાના પ્રયત્ન તરીકે થાઈલેન્ડે 45 દેશો માટે ક્વોરન્ટીન ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે.

 • Share this:
  નવી દિલ્હી. થાઈલેન્ડે શુક્રવારે 45 દેશથી આવનારા પ્રવાસીઓ માટે પોતાના દરવાજા ફરી ખોલી નાખ્યા છે. ખાસ વાત એ છે કે આ દેશના લોકોને થાઈલેન્ડમાં ક્વોરન્ટાઈન ફ્રી પ્રવેશ આપવામાં આવશે. એટલે કે તેમને એક દિવસ પણ ક્વોરન્ટાઈન નહીં રહેવું પડે. કોરોના વાયરસને લીધે થાઈલેન્ડના સૌથી મહત્વના પર્યટન ક્ષેત્રને ભારે નુકસાન થયું છે જેને લીધે દેશની અર્થવ્યવસ્થા ખખડી ગઈ છે. એવામાં અહીંની સરકારે પસંદ કરેલા 45 દેશોના લોકોને ક્વોરન્ટાઈન ફ્રી પ્રવેશ આપવવાની જાહેરાત કરી છે જેથી દેશની આર્થિક હાલત સુધારવામાં થોડી મદદ મળી શકે.

  થાઈલેન્ડે જે 45 દેશોની યાદી જાહેર કરી છે તેમાં કેનેડા, સિંગાપુર અને ચીન સહિત 42 દેશ છે, પણ તેમાં ભારતનું નામ સામેલ નથી. સપ્ટેમ્બરમાં થાઈલેન્ડે ‘ફુકેત સેન્ડબોક્સ’ કાર્યક્રમ હેઠળ ભારતીય પ્રવાસીઓ માટે પોતાના દરવાજા ફરી ખોલી નાખ્યા હતા. પરંતુ ત્યારથી અત્યારસુધીમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સમજૂતીમાં તાલમેલની ખોટ છે. હવે તો સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ પણ ફાઈઝર અને મોડર્ના સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)દ્વારા સ્વીકૃત રસીની યાદીમાં સામેલ છે.

  શું છે ક્વોરન્ટાઈનના નિયમ
  હાલ માટે ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડ જાય તો ત્યાંના અન્ય શહેરો અને પ્રાંતની યાત્રા કરતા પહેલા ઓછામાં ઓછું 7 રાત માટે એક માન્યતા પ્રાપ્ત હોટલમાં ક્વોરન્ટાઈન રહેવું પડશે. થાઈલેન્ડ દૂતાવાસે એક પ્રકાશનમાં કહ્યું કે ‘સેન્ડબોક્સ’ કાર્યક્રમ હેઠળ હવાઈ માર્ગથી થાઈલેન્ડમાં પ્રવેશ કરનારા એ યાત્રીઓને બેંગકોકની એક નક્કી કરેલી હોટલમાં ઓછામાં ઓછા 10 દિવસ માટે ક્વોરન્ટાઈનમાંથી પસાર થવું પડશે, જેમણે વેક્સીન નથી લીધી. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે રસીકરણ વગરના બાળકોને પણ પોતાના માતા-પિતા સાથે 10 દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવું પડશે ભલે તેમણે રસી લઈ લીધી હોય.

  45 દેશોની યાદીમાં કયા-કયા દેશ સામેલ?
  આ દરમ્યાન ટાટ ન્યુઝે જણાવ્યું કે 45 દેશોની અપડેટ યાદીમાં ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બહેરીન, બેલ્જિયમ, ભૂટાન, બ્રુનેઈ દારૂસ્સલામ, બલ્ગેરિયા, કમ્બોડિયા, કેનેડા, ચિલી, ચીન, સાઇપ્રસ, ચેક ગણરાજ્ય, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી સામેલ છે.

  આ ઉપરાંત આઇસલેન્ડ, આયર્લેન્ડ, ઇઝરાયલ, ઇટલી, જાપાન, લાતવિયા, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, કતાર, સાઉદી અરબ, સિંગાપુર, સ્લોવેનિયા, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વીત્ઝર્લેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુકે, યુએસએ અને હોંગકોંગને થાઈલેન્ડે પોતાની યાદીમાં સ્થાન આપ્યું છે.
  Published by:Nirali Dave
  First published: