Home /News /national-international /

Texas school shooting: અમેરિકાના ટેક્સાસની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 18 બાળકો સહિત 21ના મોત, ઘણા ઇજાગ્રસ્ત

Texas school shooting: અમેરિકાના ટેક્સાસની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 18 બાળકો સહિત 21ના મોત, ઘણા ઇજાગ્રસ્ત

અત્યાર સુધીના રિપોર્ટ પ્રમાણે જે બાળકોના મોત થયા છે તેમની ઉંમર 7 થી 10 વર્ષની વચ્ચે છે

america school shooting - સમાચાર એજન્સી AP ના મતે એક બંદુકધારી એર હેન્ડગન અને રાઇફલ સાથે રોબ અલીમેન્ટ્રી સ્કૂલમાં દાખલ થયો હતો

    ટેક્સાસ : અમેરિકાના ટેક્સાસમાં ગોળીબારીની (Texas school shooting)ઘટના સામે આવી છે. એક સ્કૂલમાં થયેલી ગોળીબારીમાં (school shooting)અત્યાર સુધી 21 વિદ્યાર્થીઓના મોત થયા છે. રિપોર્ટ પ્રમાણે 18 વર્ષીય યુવકે વિદ્યાર્થીઓ પર અંધાધુંધ ફાયરિંગ કરી હતી. અત્યાર સુધીના રિપોર્ટ પ્રમાણે જે બાળકોના મોત થયા છે તેમની ઉંમર 7 થી 10 વર્ષની વચ્ચે છે. આ બધા ગ્રેડ-2, 3 અને 4 ના વિદ્યાર્થી છે. અધિકારીઓના મતે સંદિગ્ધ હુમલાખોરને પણ મોતને ઘાટ ઉતારી દીધો છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.

    સમાચાર એજન્સી AP ના મતે એક બંદુકધારી એર હેન્ડગન અને રાઇફલ સાથે રોબ અલીમેન્ટ્રી સ્કૂલમાં દાખલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર સૈન એન્ટોનિયોનો રહેવાસી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કારાઇન જીન-પિયરે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેનને ગોળીબારી વિશે જાણકારી આપવામાં આવી છે. બાઇડેન એશિયાની પાંચ દિવસીય યાત્રાથી પરત ફર્યા છે.

    દાદીને પણ મારી ગોળી

    CNN ના મતે કથિત શૂટરે સ્કૂલ જતા પહેલા પોતાની દાદીને પણ ગોળી મારી હતી. આ હુમલામાં 2 પોલીસ અધિકારી પણ ઇજાગ્રસ્ત થયા છે. હુમલા પછી જો બાઈડેને એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે સમય આવી ગયો છે કે આપણે તેની સામે કાર્યવાહી કરીએ. અમારી પ્રાર્થના આજે રાત્રે બિસ્તર પર પડેલા માતા-પિતા માટે છે.

    આ પણ વાંચો - ટોક્યોમાં PM મોદી-બાઇડેનની બેઠક, વડાપ્રધાને કહ્યુ, ‘ભારત-અમેરિકા વચ્ચે વિશ્વાસની ભાગીદારી’

    ગત સપ્તાહે પણ થઇ હતી ગોળીબારી

    અમેરિકામાં ગોળીબારીની ઘટનાઓ સતત વધી રહી છે. ગત સપ્તાહે ન્યૂયોર્કના બફેલો શહેરના એક સુપરમાર્કેટમાં ગોળીબારી થઇ હતી. આ પછી દક્ષિણી કેલિફોર્નિયામાં એક ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના થઇ હતી. આ પછી હ્યુસ્ટનના એક વ્યસ્ત બજારમાં પણ ગોળીબારી થઇ હતી. આ હુમલાને નસ્લીય હિંસા તરીકે જોવામાં આવ્યો હતો.

    સતત બની રહી છે આવી ઘટનાઓ

    અમેરિકાના મીડિયાના મતે 2022માં અત્યાર સુધી 30 સ્કૂલોમાં ગોળીબારીની ઘટના થઇ છે. જેના કારણે અત્યાર સુધી 30થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. ફેબ્રુઆરી 2018માં ફ્લોરિડાના પાર્કલેન્ડમાં માર્જોરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં શૂટિંગ પછી ટેક્સાસમાં આ સૌથી મોટી ઘટના છે. તે સમયે 18 લોકોને નિશાન બનાવ્યા હતા.  2012માં ન્યૂટાઉનના કનેક્ટિકટ એલીમેન્ટ્રી સ્કૂલમાં એક બંદુકધારીએ 26 લોકોની હત્યા કરી દીધી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Texas, અમેરિકા

    આગામી સમાચાર