Home /News /national-international /

Coronaમાંથી સાજા થયા બાદ આ ટેસ્ટ કરાવવા છે જરૂરી

Coronaમાંથી સાજા થયા બાદ આ ટેસ્ટ કરાવવા છે જરૂરી

પ્રતિકાત્મક તસવીર

રિકવરી બાદ કેટલાક ટેસ્ટ કરાવવા જરુરી બન્યા છે. જેના માધ્યમથી આપણે બધું જ સારું છે કે નહીં તેનો ખ્યાલ મેળવી શકીએ. સાથે જ તેનાથી શરીરમાં ડેમેજ અને રિકવરીની પ્રક્રિયાનો અંદાજ આવી શકે

નવી દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં અનેક પરિવારોને અસર પહોંચાડી છે. લાખો લોકોના મૃત્યુ થયા છે. દેશમાં ઘણા લોકો એવા છે, જેઓને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ પૂરતી આરોગ્ય સુવિધા મળી નહોતી. કોરોનાના કારણે આરોગ્ય માળખું ભાંગી ગયુ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ દરમિયાન લાખો લોકો રિકવર પણ થયા છે. કોરોના સંક્રમણને ટાળવા માટે જેટલું ધ્યાન રાખવાની સલાહ અપાતી હતી, એટલું ધ્યાન કોરોનામાં રિકવરી બાદ પણ રાખવા સૂચન કરાયું છે.

રિકવરી બાદ કેટલાક ટેસ્ટ કરાવવા જરુરી બન્યા છે. જેના માધ્યમથી આપણે બધું જ સારું છે કે નહીં તેનો ખ્યાલ મેળવી શકીએ. સાથે જ તેનાથી શરીરમાં ડેમેજ અને રિકવરીની પ્રક્રિયાનો અંદાજ આવી શકે. અહીં RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ ક્યાં ટેસ્ટ કરાવવા જોઈએ તેની વિગતો આપવામાં આવી છે.

વિટામિન ડી: કોરોના વિટામિન ડીની ઉણપના કારણે થતો હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. કોવિડ 19ની સારવારમાં વિટામિન ડી આપવામાં આવે છે. એક વાર કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ વિટામિન ડીનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. જેનાથી તમને વિટામિન ડીની દવાની વધુ જરૂર છે કે નહીં તેનો ખ્યાલ આવી જશે.

ચેસ્ટ સ્કેન

શરદી ઉધરસ કોરોના વાયરસના સૌથી સામાન્ય લક્ષણ પૈકીના છે. કોરોના વાયરસનું સંક્રમણ લાગે ત્યારે વ્યક્તિના ફેફસા પર અસર થાય છે. જેની જાણ HRCT સ્કેન કરાવ્યા બાદ જ થાય છે. મોટા ભાગના કેસમાં બ્લેક ફંગસની પણ આ ટેસ્ટથી ખબર પડી જાય છે. જેથી રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ ફેફસાનું પરીક્ષણ કરવું પણ સારો વિચાર છે.

હાર્ટ ઇમેજીન્ગ એન્ડ કાર્ડિયાક સ્કીનિંગ

કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ ફેફસા અને હૃદયની સ્થિતિ જાણવા માટે રિપોર્ટ કરાવવાની સલાહ ઘણા ડોક્ટરો આપે છે. કોરોના આ બંને અંગ પર અસર કરે છે. આ બંને અંગ ખૂબ સંવેદનશીલ છે. કેટલાક કેસોમાં દર્દીઓ હાર્ટને લગતી તકલીફની ફરિયાદ કરતા હોવાનું સામે આવ્યું છે.

ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલ ટેસ્ટ

અન્ય બિમારીઓની જેમ કોરોના પણ શરીરની અંદર રહેલા સોલ્ટ બેલેન્સને અસર કરે છે. જેથી સંક્રમણ લાગ્યું હોય ત્યારે દર્દીને શરીરના તાપમાન, બ્લડ ઓક્સિજન, પલ્સ વગેરેને સતત મોનિટર કરવાનું કહેવામાં આવે છે. તેથી એકવાર વાયરસ સામે જીતી ગયા બાદ તમારા શરીરના મીઠાના સંતુલનને જાણવું સારું છે. લોહીમાં કોઈ ચોક્કસ તત્વનું સ્તર એકાએક વધે કે ઘટે તો તકલીફ ઊભી થઈ શકે છે.

igG એન્ટીબોડી ટેસ્ટ:

કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવી ગયા બાદ આ ટેસ્ટ કરાવવો સૌથી મહત્વનો છે. રોગ સંપૂર્ણપણે મટી ગયા પછી આપણું શરીર તેના માટે એન્ટિબોડીઝ પેદા કરે છે. શરીર દ્વારા પેદા થતી એન્ટિબોડીઝ રોગપ્રતિકારક શક્તિ રાખે છે. તમારા શરીરમાં ઉત્પન્ન થતી એન્ટિબોડીઝનું સ્તર જાણવા માટે તમારે આ ટેસ્ટ કરાવવો જોઈએ.
First published:

Tags: Corona report, Coronavirus, કોરોના વાયરસ, ભારત

આગામી સમાચાર