જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ 5 બિન-કાશ્મીરી મજૂરોની હત્યા કરી, 1 ઘાયલ

પ્રતિકાત્મક તસવીર

પ્રાપ્ત વિગોત મુજબ તમામ મજૂર બિન-કાશ્મીરી હતા અને રોજી-રોટી માટે કાશ્મીરમાં આવ્યા હતા.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : કાશ્મીર (Kashmir)માં એક બાજુ યૂરોપિયન સાંસદો મુલાકાતે છે ત્યારે બીજી બાજુ આતંકવાદીઓએ (Terrorist) દ્વારા પાંચ બિન-કાશ્મીરી મજૂર (Labour)ની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી મુજબ તમામ મજૂરો કાશ્મીરમાં મજૂરી કરવા માટે આવ્યા હતા અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો પરત લીધા બાદ આતંકવાદી હુમલામાં અત્યારસુધીમાં 11 મોત થઈ ગઈ છે.

  અગાઉ આતંકવાદીઓએ ટ્રક ડ્રાઇવરની હત્યા કરી નાખી હતી. સોમવારે અનંતનાગના બિઝબેહરામાં આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતક ટ્રક ડ્રાઇવરો ઉધમપુરના નિવાસી હતા.

  આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન - અમેરિકાએ બગદાદીના ઉત્તરાધિકારીને પણ ઠાર કર્યો

  EU સાંસદો કાશ્મીરની મુલાકાતે
  કાશ્મીર ખીણમાં આજે યુરોપિયન સાંસદોનું ડેલિગેશન મુલાકાતે પહોંચ્યું છે. ડેલિગેશનની કાશ્મીર મુલાકાતના કારણે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. તેમ છતાં આતંકીઓ કોઈને કોઈ હુમલો કરવામાં સફળ થઈ રહ્યા છે. તે સિવાય ડેલિગેશન દરમિયાનની મુલાકાત દરમિયાન જ શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના અમુક વિસ્તારોમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે.  સેનાની પેટ્રોલ પાર્ટી પર પણ હુમલો

  જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેનાની એક પેટ્રોલ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. હુમલો એક્ઝામ સેન્ટર પાસે થયો હતો. નોંધનીય છે કે, કાશ્મીરમાં આજથી બોર્ડ એક્ઝામ શરૂ થઈ રહી છે. પુલવામાના દ્રબગામમાં આવેલા એક્ઝામ સેન્ટર પાસે આ હુમલો થયો હતો. હુમલો કર્યા પછી આતંકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જોકે સારી વાત એ છે કે આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.
  Published by:Jay Mishra
  First published: