Home /News /national-international /

Video: માતા પિતાએ અપીલ કરતા બે આતંકવાદીએ હિંસા છોડી આત્મસમર્પણ કર્યું

Video: માતા પિતાએ અપીલ કરતા બે આતંકવાદીએ હિંસા છોડી આત્મસમર્પણ કર્યું

પ્રતિકાત્મક તસવીર

Jammu Kashmir news: કાશ્મીરની ઘાટીમાં દક્ષિણ કાશ્મીર આતંકવાદનો અડ્ડો બની ગયું છે. વર્ષ 2022ના પ્રથમ પાંચ મહિનામાં આ વિસ્તારમાં સુરક્ષાબળોએ 59 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદી અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ (Encounter in jammu and Kashmir) થઈ હતી. અથડામણ દરમિયાન એક આતંકવાદીએ તેના માતા પિતાના કહેવા પર હથિયાર મુકી દીધા (surrender) હતા. કુલગામના હાદિગામ વિસ્તારમાં આજે સવારે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓએ માતા પિતા અને પોલીસની અપીલ પર આત્મસમર્પણ કર્યું હતું. જેના કારણે બંનેના જીવ બચી ગયા છે.

આ વીડિયોમાં આતંકવાદીના માતા પિતાએ તેમના બાળકોને હથિયાર મૂકીને સરેન્ડર કરવાની અપીલ કરી હોવાનું જોવા મળે છે. આ દરમિયાન આતંકવાદીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી, હથિયાર અને દારૂ ગોળા જપ્ત કરવામાં આવ્યા છે.

માતા પિતાએ સમર્પણ કરવાની વિનંતી કરી

વધુ વિગતો મુજબ આ વિસ્તારમાં સેના અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડિફેન્સના પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટના PRO એ જણાવ્યું કે, સરેન્ડર કરનાર બંને યુવકો હાલમાં જ આતંકી ગતિવિધિઓમાં શામેલ થયા હતા. તેઓ ઘરમાં છુપાયેલા હતા, બંનેના માતા પિતાને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના માતા પિતાએ સમર્પણ કરવાની વિનંતી કરતા આતંકવાદીઓએ આત્મસમર્પણ કરી દીધું હતું.

દત્તક લીધેલી દીકરીએ જ પ્રોપર્ટી માટે બોયફ્રેન્ડ સાથે મળીને માતા-પિતાની કરી નાખી હત્યા

જમ્મુ કાશ્મીર પોલીસના IGP વિજય કુમારે આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ઘાટીના તમામ માતા પિતા પોતાના બાળકોને આતંકવાદ અને હિંસાનો રસ્તો છોડવાની અપીલ કરે તો અનેક લોકોના જીવ બચી શકે છે. એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. બે આતંકવાદીઓએ આત્મસમર્પણ કરતા તેમનો જીવ બચી ગયો છે.



ઘાટીમાં દક્ષિણ કાશ્મીર આતંકવાદનો અડ્ડો બન્યો

કાશ્મીરની ઘાટીમાં દક્ષિણ કાશ્મીર આતંકવાદનો અડ્ડો બની ગયું છે. વર્ષ 2022ના પ્રથમ પાંચ મહિનામાં આ વિસ્તારમાં સુરક્ષાબળોએ 59 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. મધ્ય અને ઉત્તર કાશ્મીરમાં 31 આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જાન્યુઆરીથી મે 2022 દરમિયાન કુલ 90 આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે, જેમાંથી 26 પાકિસ્તાની નાગરિક હતા. આ સંખ્યા અગાઉના વર્ષની સરખામણીએ વધુ છે.

પિતા-પુત્રીએ ફાઈટર જેટ ઉડાવીને રચ્યો ઈતિહાસ, Ananya અને Sanjay ની કહાની

પાકિસ્તાને કબ્જે કરેલ કાશ્મીરમાંથી લોકો ઉત્તર કાશ્મીરનો ઉપયોગ કરીને ઘાટીમાં આતંકીઓ પ્રવેશ કરી રહ્યા છે. જ્યાં 10 વિદેશીઓ સહિત કુલ 12 આતંકવાદી ઠાર કરી દેવામાં આવ્યા છે અને અન્ય 23 આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.
First published:

Tags: આતંકવાદી, જમ્મુ કાશ્મીર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन