શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના કાકાપોરમાં આતંકવાદીઓએ સીઆરપીએફ (CRPF) અને પોલીસની (Police) સંયુક્ત ટીમ ઉપર હુમલો કર્યો હતો. બુધવારે થયેલા આ ગ્રેનેડ હુમલામાં 12 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ANIને પોલીસ અધિકારીઓના હવાલાથી જાણકારી આપી હતી કે આતંકીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ પોતોના લક્ષિત નિશાન ચૂકી ગયો હતો. અને રસ્તા ઉપર જ વિસ્ફોટ થયો હતો.
સત્તાવાર નિવેદન પ્રમાણે ગ્રેનેડના વિસ્ફોટથી 12 નાગરિકોને ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુરક્ષાદળોએ આ વિસ્તારને ખાલી કરાવી હતી અને હુમલાખોરોની શોધખોળ કરવા માટે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ગત સોમવારે પણ આતંકવાદીઓએ કુલગામ જિલ્લામાં પોલીસ ચોકી ઉપર ગ્રેનેડ ફેંક્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ પણ ઘાયલ થયું ન હતું. સોમવારે થયેલા આતંકી હુમલામાં પણ આ જ પ્રકારની વાત સામે આવી હતી.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભૂમાફિયાઓએ રૂ. ત્રણ કરોડ બતાવી અભણ ખેડૂતની જમીન પચાવી પાડી, નવ લોકો સામે ફરિયાદ, વિરમ દેસાઈની ધરપકડ
ANI પાસેથી મળેલી જાણકારી પ્રમાણે પુંછ જિલ્લાના શાહપુર અને કરણી સેક્ટરમાં પાકિસ્તાને સાંજે 6.10 વાગ્યાની આસપાસ સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. બીજી તરફ ભારતીય જવાનોને આંતકાવીદઓ સતત પોતાના નિશાન બનાવી રહ્યા હતા.
આ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! છૂટાછેડાના ત્રણ વર્ષ બાદ મહિલાએ પિયરમાં આપ્યો બાળકને જન્મ, DNA ટેસ્ટથી સાબિત થશે પત્ની 'બેવફા' છે કે નહી
આ પણ વાંચોઃ-અમાદાવાદના સોલાના પૈસાદાર ઘરનો શરમજનક કિસ્સોઃ 'તું તો ગામડાની અભણ કહેવાય, અમારા ઘરે તું શોભે નહી'
ભારતીય સેના જમ્મુ-કાશ્મીરના લોકો સાથે જોડાવાના દરેક તકનો ફાયદો ઉઠાવી રહી છે. બુધવારે સેનાએ પુલવામા સ્થિત એક સરકારી સ્કૂલમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ હતું. મેડિકલ કેમ્પના આયોજન 50 રાષ્ટ્રીય રાઈફલ્સના ઓપરેશન સદ્ભાવના અંતર્ગ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પાકિસ્તાન તરફથી થયેલી ઘૂસણખોરીની કોશિશોને સુરક્ષાદળોને કામયાબ થવા દીધું હતું. કુપવાડા સેક્ટરમાં થયેલી આ કોશિશમાં સુરક્ષાબળોની કાર્યવાહી કરતા ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં એક સૈન્ય ઓફિસર સહિત 4 જવાનો શહિદ થયા હતા.