મોદીનો પાક.ના મદદગાર ચીન પર હુમલો : આતંકવાદીઓને કોઈ મદદ ન કરવી જોઈએ

અમેરિકામાં પીએમ નરેન્દ્ર મોદી

તમામ દેશોએ આતંકવાદ ખતમ કરવા વિશે ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે : નરેન્દ્ર મોદી

 • Share this:
  ન્યૂયૉર્ક : અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન (Pakistan)ના મદદગાર ચીન (China) પર જોરદાર હુમલો કર્યો છે. તેઓએ કહ્યુ કે, આતંકવાદીઓને ફંડ અને હથિયાર આપવાનું બંધ કરો. સાથોસાથ તેઓએ કહ્યુ કે, આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ યાદી અને ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફૉર્સ (FATF) જેવી પ્રણાલીઓનું રાજનીતિકરણ ન થવા દેવું જોઈએ.

  પીએમ મોદીએ આ વાતો ન્યૂયૉર્કમાં આયોજિત 'લીડર્સ ડાયલૉગ'માં કહ્યું. આ મંચ પર દુનિયાભરના નેતા આતંકવાદ અને હિંસા (Leaders' Dialogue on Strategic Responses to Terrorist and Violent Extremist Narratives) પર ચર્ચા કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાભરના નેતાઓએ જે રીતે જળવાયુ પરિવર્તનના પડકારોને લઈ એકજૂથતા દર્શાવી છે તેવી જ રીતે તેમને આતંકવાદ ખતમ કરવા વિશે પણ ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે.

  આતંકવાદીઓને ફંડ અને હથિયાર ન આપવા જોઈએ

  આ બેઠક બામદ વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) ગીતેશ શર્માએ કહ્યું કે, વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદીઓને ફંડ અને હથિયાર નહીં આપવા જોઈએ. તેના માટે જરૂરી એ છે કે સંયુક્ત રાષ્ટ્ર અને FATF જેવા મુદ્દાઓ પર રાજનીતિ ન થવી જોઈએ. તેઓએ એમ પણ કહ્યુ કે, દુનિયામાં જો ક્યાંય પણ હુમલા થાય છે તો તેને ખરાબ અને સારા આતંકવાદનું નામ ન આપવું જોઈએ.

  આ પણ વાંચો, Howdy Modi: પીએમ મોદીએ અમેરિકન સેનેટરની પત્નીની માફી કેમ માંગી?

  ઇન્ટેલિજન્સ જાણકારીની આપ-લે કરવા પર ભાર મૂક્યો

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દુનિયાના કોઈ પણ હિસ્સામાં થનારા આતંકવાદી હુમલાને આતંકવાદ જ માનવો જોઈએ. તેને મોટું કે નાનું અથવા સારું કે ખરાબ ન માનવા જોઈએ. તેઓએ કહ્યુ કે, દ્વિપક્ષીય અને ક્ષેત્રીય માળખા દ્વારા ઇન્ટેલિજન્સ જાણકારીની આપ-લે કરવાની પ્રક્રિયા અને ચાલી રહેલા સહયોગમાં ગુણાત્મક સુધારની જરૂર છે.

  આ પણ વાંચો, ટ્રમ્પ પાકિસ્તાની પત્રકાર પર ભડક્યા, ઈમરાન ખાનની સામે જ કરી ફજેતી

  આ પણ વાંચો, ઇમરાન ખાનને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ- કાશ્મીર પર PM મોદીનું ભાષણ લોકોને ખૂબ ગમ્યું
  Published by:Mrunal Bhojak
  First published: