જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. (ફાઈલ તસવીર-પીટીઆઈ)
રાજૌરીના અપર ડાંગરી ગામમાં લગભગ 50 મીટરના અંતરે ત્રણ અલગ-અલગ મકાનોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આમાં ઘાયલ બે નાગરિકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, આઠ ઘાયલોમાંથી અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ડાંગરી ગામમાં રવિવારે મોડી સાંજે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં કુલ 8 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને રાજૌરીની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ત્રણ લોકોના મોત થયાની માહિતી મળી છે. આ સાથે જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
રાજૌરીના અપર ડાંગરી ગામમાં લગભગ 50 મીટરના અંતરે ત્રણ અલગ-અલગ મકાનોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આમાં ઘાયલ બે નાગરિકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, આઠ ઘાયલોમાંથી અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘાયલોને જીએમસી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
3 people killed & 7 others injured in firing incident in Dangri area of Rajouri. Injured are being treated. Police & Dist administration have reached the spot. Multiple bullet injuries found on the body of injured: Dr Mehmood, Medical Superintendent, Associated Hospital, Rajouri https://t.co/obY9JP0NE6pic.twitter.com/oG4VsXIWKH
રાજૌરી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મેહમૂદે કહ્યું, “રાજૌરીના ડાંગરી વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર ચાલુ છે. પોલીસ અને જિલ્લા પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે. ઘાયલોના મૃતદેહ પાસેથી ઘણી ગોળીઓ મળી આવી છે.
મૃતકોની ઓળખ સતીશ કુમાર પુત્ર સતપાલ, દીપક કુમાર પુત્ર સતપાલ, પ્રીતમ લાલ પુત્ર લાલ ચંદ તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ સરોજ બાલા પત્ની સતીશ કુમાર, રોહિત પંડિત, શુભ શર્મા પુત્ર સતીશ કુમાર, પવન કુમાર પુત્ર સતપાલ, સુશીલ કુમાર પુત્ર કુંદન લાલ, શિવપાલ, આરોષી શર્મા પુત્રી સતીશ કુમાર તરીકે થઈ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર