PAKમાં આતંકવાદીઓએ હૉસ્પિટલોને લૉન્ચ પૅડ બનાવ્યા, સરહદે 30 આતંકવાદી દેખાયા
News18 Gujarati Updated: November 13, 2019, 12:35 PM IST

હૉસ્પિટલોમાં ફિદાયીન આતંકવાદીઓને ભારત પર હુમલાની તાલીમ આપવામાં આવી રહી છે (પ્રતીકાત્મક તસવીર)
હૉસ્પિટલોમાં ફિદાયીન આતંકવાદીઓને ભારત પર હુમલાની તાલીમ આપવામાં આવી રહી છે
- News18 Gujarati
- Last Updated: November 13, 2019, 12:35 PM IST
લાહોર. પાકિસ્તાન (Pakistan)માં છુપાયેલા આતંકવાદી સંગઠન (Terrorist Organization) ભારતમાં સતત હુમલાની ફિરાકમાં છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ, પાકિસ્તાનના આતંકવાદીઓએ (Terrorists) સ્કૂલ અને મદરેસા બાદ હવે હૉસ્પિટલોને પોતાના લૉન્ચ પૅડ (launch pad) બનાવી લીધા છે. અહેવાલ છે કે આ હૉસ્પિટલોમાં ફિદાયીના આતંકવાદીઓને તાલીમ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ આતંકવાદીઓનો એકમાત્ર ઉદ્દેશ્ય ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાનો છે.
ઇન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ, 2 નવેમ્બરે લગભગ 30 આતંકવાદી લાહોરની સૌથી મોટી હૉસ્પિટલ ઘુરકીમાં રોકાયા હતા. આ હૉસ્પિટલ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 7 કિલોમીટરના અંતરે છે. સૂત્રો મુજબ, હૉસ્પિટલના જ એક મોટા ડૉક્ટર આમિર અજીજને આ આતંકવાદીઓની દેખભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની સાથે આતંકવાદીઓની દરેક નાની-મોટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
ઇન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ, 4 નવેમ્બરે હૉસ્પિટલમાં હાજર આતંકવાદીઓને ત્રણ અલગ-અલગ જૂથમાં વહેંચવામાં આવ્યા. 12 આતંકવાદીઓના પહેલા જૂથને જફર અલી નામનો આતંકી લીડ કરી રહ્યો છે. અહેવાલ છે કે આ જૂથના આતંકવાદી પંજાબના રસ્તે ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી શકે છે. મળતા અહેવાલ મુજબ, આ આતંકવાદીઓને આર્મીનો યૂનિફોર્મ આપવામાં આવ્યો છે. જેના કારણે તેઓ બૉર્ડરની ખૂબ નજીક સુધી સરળતાથી પહોંચી શકે. બીજું 13 આતંકવાદીઓનું જૂથ છે, જેને મૌલાના અબ્દુલ્લા મહસૂદ નામનો આતંકી લીડ કરી રહ્યો છે. આતંકવાદીઓનું આ જૂથ એલઓસીની પાસે મંજપોરા ગામમાં પહોંચ્યું હોવાના અહેવાલ છે. આ આતંકવાદીઓ પણ ભારતમાં ઘૂસણખોરી કરવાના સતત પ્રયાસોમાં લાગી ગયા છે.સૂત્રોનું માનીએ તો વધુ 5 આતંકવાદીઓનું એક જૂથ હજુ પણ ઘુરકી હૉસ્પિટલમાં હાજર છે અને ઘૂસણખોરી માટે કોઈ આદેશની રાહ જોઈ રહ્યું છે. આતંકવાદીઓના ઈરાદા પર લગામ કસવા માટે ભારતીય સુરક્ષા દળોએ બૉર્ડરની આસપાસ પેટ્રોલિંગ વધારી દીધું છે. ભારતીય સુરક્ષા દળ દરેક સ્થળે ચાંપતી નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો,
શું પ્રશાંત કિશોરે શિવસેનાને CMની ખુરશીનું સપનું દેખાડ્યું હતું? બેંગલુરુ : રાત પડતાં જ રસ્તા પર ડરાવવાં આવી જતું હતું 'ભૂત', પોલીસે 7 યુવકોને પકડ્યા
ઇન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ, 2 નવેમ્બરે લગભગ 30 આતંકવાદી લાહોરની સૌથી મોટી હૉસ્પિટલ ઘુરકીમાં રોકાયા હતા. આ હૉસ્પિટલ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 7 કિલોમીટરના અંતરે છે. સૂત્રો મુજબ, હૉસ્પિટલના જ એક મોટા ડૉક્ટર આમિર અજીજને આ આતંકવાદીઓની દેખભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની સાથે આતંકવાદીઓની દરેક નાની-મોટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
ઇન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ, 4 નવેમ્બરે હૉસ્પિટલમાં હાજર આતંકવાદીઓને ત્રણ અલગ-અલગ જૂથમાં વહેંચવામાં આવ્યા. 12 આતંકવાદીઓના પહેલા જૂથને જફર અલી નામનો આતંકી લીડ કરી રહ્યો છે. અહેવાલ છે કે આ જૂથના આતંકવાદી પંજાબના રસ્તે ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી શકે છે. મળતા અહેવાલ મુજબ, આ આતંકવાદીઓને આર્મીનો યૂનિફોર્મ આપવામાં આવ્યો છે. જેના કારણે તેઓ બૉર્ડરની ખૂબ નજીક સુધી સરળતાથી પહોંચી શકે. બીજું 13 આતંકવાદીઓનું જૂથ છે, જેને મૌલાના અબ્દુલ્લા મહસૂદ નામનો આતંકી લીડ કરી રહ્યો છે. આતંકવાદીઓનું આ જૂથ એલઓસીની પાસે મંજપોરા ગામમાં પહોંચ્યું હોવાના અહેવાલ છે. આ આતંકવાદીઓ પણ ભારતમાં ઘૂસણખોરી કરવાના સતત પ્રયાસોમાં લાગી ગયા છે.સૂત્રોનું માનીએ તો વધુ 5 આતંકવાદીઓનું એક જૂથ હજુ પણ ઘુરકી હૉસ્પિટલમાં હાજર છે અને ઘૂસણખોરી માટે કોઈ આદેશની રાહ જોઈ રહ્યું છે. આતંકવાદીઓના ઈરાદા પર લગામ કસવા માટે ભારતીય સુરક્ષા દળોએ બૉર્ડરની આસપાસ પેટ્રોલિંગ વધારી દીધું છે. ભારતીય સુરક્ષા દળ દરેક સ્થળે ચાંપતી નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો,
શું પ્રશાંત કિશોરે શિવસેનાને CMની ખુરશીનું સપનું દેખાડ્યું હતું?
Loading...
Loading...