જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર એન્કાઉન્ટર, ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર એન્કાઉન્ટર, ત્રણ આતંકવાદી ઠાર
ટોલ પ્લાઝાની પાસે આવેલા જંગલોમાં છુપાઈને આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરતાં થયું એન્કાઉન્ટર

ટોલ પ્લાઝાની પાસે આવેલા જંગલોમાં છુપાઈને આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરતાં થયું એન્કાઉન્ટર

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર નગરોટની પાસે કેટલાક આતંકવાદીઓ જોવા મળ્યા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ બેથી ત્રણ આતંકવાદી નેશનલ હાઈવે પર એક ટ્રકમાં જોવા મળ્યા. આતંકવાદીઓની સૂચના મળતાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષાદળો મુજબ આતંકવાદી ટોલ પ્લાઝાની પાસે આવેલા જંગલોમાં છુપાયા હોવાની શક્યતા છે. આ દરિમયાન થયેલા એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર મરાયા છે.

  મળતી જાણકારી મુજબ, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સતત ભારતમાં આતંકવાદી ઘૂસણખોરીનો પ્રયાસમાં લાગ્યું છે. આ કડીમાં શુક્રવારની સવારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેના નગરોટાની પાસે કેટલાક આતંકવાદીઓ જોવા મળ્યા છે. આતંકવાદી એક ટ્રકમાં છુપાયેલા હતા. મળતી માહિતી મુજબ આતંકવાદી નેશનલ હાઈવેથી શ્રીનગર જવાના પ્રયાસમાં હતા.

  ઇન્ટેલિજન્સ એજન્સીઓ મુજબ ભારતીય સુરક્ષાદળોએ નગરોટાની પાસના વિસ્તારોને સમગ્રપણે ઘેરી લીધા છે. અહેવાલો મુજબ પોતાને ઘેરાતા જોઈને આતંકવાદીઔ સુરક્ષાદળો પર ફાયરિંગ પણ કર્યું છે. આતંકવાદી ટોલ પ્લાઝાની પાસે આવેલા જંગલોમાં હજુ પણ છુપાયેલા છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.  એન્કાઉન્ટર બાદ નેશનલ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગ સવારે 5 વાગ્યે થયું જ્યારે પોલીસ દળે શ્રીનગર જઈ રહેલી ટ્રકને રોકીને નગરોટાના બાન વિસ્તારમાં ટોલ પ્લાઝાની પાસે ચેકિંગ કરવાનો પ્રયાસ કર્યો. ઉધમપુરના જિલ્લાધિકારીએ આદેશ આપ્યો છે કે તકેદારીના ભાગ રૂપે ઉધમપુર, શહ, ટિકરી, મંડ, નેશનલ હાઇવે ક્ષેત્ર, ચેનાની ક્ષેત્રની તમામ સ્કૂલ આજે બંધ રહેશે.

  આ પણ વાંચો, ફરૂખાબાદ : બંધક બનાવેલા તમામ 23 બાળકો મુક્ત, બદમાશ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
  First published:January 31, 2020, 08:36 am

  टॉप स्टोरीज