જમ્મુ કાશ્મીરના સોપોરમાં પોલીસ સ્ટેશનમાં ગ્રેનેડ હુમલો, બે જવાન ઘાયલ

આતંકીઓએ સ્ટેશન પર પહેલા ગ્રેનેડ ફેક્યો ત્યારબાદ ફાયરિંગ કરી ત્યાંથી ભાગી નીકળ્યા, હજુ પણ આ વિસ્તારમાં છૂપાયેલા છે આતંકીઓ

News18 Gujarati
Updated: June 7, 2019, 4:02 PM IST
જમ્મુ કાશ્મીરના સોપોરમાં પોલીસ સ્ટેશનમાં ગ્રેનેડ હુમલો, બે જવાન ઘાયલ
આતંકીઓએ સ્ટેશન પર પહેલા ગ્રેનેડ ફેક્યો ત્યારબાદ ફાયરિંગ કરી ત્યાંથી ભાગી નીકળ્યા, હજુ પણ આ વિસ્તારમાં છૂપાયેલા છે આતંકીઓ
News18 Gujarati
Updated: June 7, 2019, 4:02 PM IST
જમ્મુ કાશ્મીરના સોપોરમાં ગુરુવારે બપોરે આતંકીઓએ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો, આ હુમલામાં બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા, ઘટનાની જાણ થતા જ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ હજુ પણ આ વિસ્તારમાં છૂપાયેલા છે.

જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકી ગતિવિધિ તેજ બની છે, ગુરુવારે બપોરે આતંકીઓએ સોપોરમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો, આતંકીઓએ સ્ટેશન પર પહેલા ગ્રેનેડ ફેક્યો ત્યારબાદ ફાયરિંગ કરી ત્યાંથી ભાગી નીકળ્યા.

 


Loading...



ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે સવારે પુલવામામાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ અથડામણમાં અત્યારસુધી ચાર આતંકી ઢાર મરાયા છે, આ 4 આતંકીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના 2 SPO પણ સામેલ છે. જે ગુરુવાર રાતે સર્વિસ રાઇફલ લઇ ફરાર થઇ ગયા હતા, બંને એસપીઓની ઓળખ શબીર અહમદ અને સલમાન અહમદ તરીકે કરવામાં આવી છે. બંને પુલવામાના રહેવાસી છે.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...