કાશ્મીરમાં આતંકવાદીઓએ શોધ્યું નવું હથિયાર, સુરક્ષા અધિકારીઓ પરેશાન

પ્રતિકાત્મક તસવીર

કાશ્મીર ખીણ (Kashmir Valley)માં સુરક્ષા અધિકારીઓ એ વાત અંગે ચિંતિત છે કે આતંકવાદીઓની આ નવી ચાલ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે.

 • Share this:
  આકાશ હસન : જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં સામાન્ય લોકો અને માળખાને નુકસાન પહોંચાડવા માટે આતંકવાદીઓએ હવે નવી રીત શોધી કાઢી છે. આતંકવાદીઓએ હવે વીજળીના ટાવર્સને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે. દક્ષિણ કાશ્મીર (South Kashmir)ના શોપિયાં (Shopian) જિલ્લામાં ટ્રક ચલાવનાર વ્યક્તિ પર હુમલાની તપાસ દરમિયાન સર્ચ ઑપરેશન દરમિયાન ચિત્રગામ (Chitragam) વિસ્તારમાં જાણવા મળ્યું કે 400 મૅગાવૉટના બે ટ્રાન્સમિશનની લાઇનો કાપી નાખવામાં આવી હતી.

  સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમ હુમલા પછી ગામમાંથી પસાર થઈ રહી હતી, જ્યાં બે ટ્રક ચાલકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. ટીમને માલુમ પડ્યું કે જે જગ્યાએ હુમલો થયો હતો ત્યાં બાજુમાં આવેલા વીજળીના ટાવરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

  સર્ચ ઓપરેશનમાં સામેલ એક પોલીસ અધિકારીએ News18ને જાણકારી આપી હતી કે, ટાવરને તોડવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  અધિકારીએ કહ્યુ કે 'અમારે થોડા લોકોને ત્યાં સુરક્ષામાં રાખવા પડ્યા હતા. જેમણે રાત્રે ટાવરની દેખરેખ કરી હતી, નહીં તો આ ટાવર જમીનદોસ્ત થઈ શકતો હોત.' જમ્મુ-કાશ્મીર પોલીસ અને નાગરિક પ્રશાસન અધિકારીએ News18ને જણાવ્યું કે, 'ટાવર નીચે પડતો તો તેનાથી ભારે નુકસાન થઈ શકતું હતું.'

  આ પણ વાંચો : J&K: આતંકવાદીઓએ બે ડ્રાઇવરોની હત્યા કરી, સફરજન ભરેલા ટ્રક ફૂંકી માર્યા

  રાજ્યમાં વીજળી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે 'કાશ્મીરમાં વીજળીના મજબૂત ઢાંચામાં ગરબડના પગલે ઘાટીના અનેક વિસ્તારોમાં વીજળી બ્લેક આઉટ થવાની સાથે સાથે અનેક જિંદગીઓ સામે ખતરો ઉભો થઈ શકે છે.' 400 MW કિશનપુર-લહરુર ટ્રાન્સમિશન લાઇન ઘાટીમાં અનેક જગ્યાએ વીજળી પહોંચાડે છે. તેની દેખરેખ પાવર ગ્રિડ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ કરે છે.

  અધિકારીઓ રેશાન

  ઘાટીમાં જેહાદી જૂથોની નવી રણનીતિથી સુરક્ષા અધિકારીઓ પરેશાન છે. એક અધિકારીએ જણાવ્યું કે, "આતંકવાદીઓએ ગેસ કટરની મદદથી આ ટાવરના બે બાજુથી કાપી નાખ્યો હતો. એવું લાગી રહ્યું છે કે ગેસ ખતમ થઈ જતાં ટાવર બચી ગયો હતો."

  અધિકારીઓનું કહેવું છે કે સારી વાત એ છે કે જે ટાવરને આતંકીઓએ નિશાન બનાવ્યો હતો તે 'સસ્પેન્ડેડ' છે. એક અધિકારીએ જણાવ્યું કે 'સસ્પેન્ડેડ' ટાવર બે ટાવરોની વચ્ચે ઉભો છે, જે બીજા ટાવરને સપોર્ટ કરે છે.

  એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'આ એક મોટો પડકાર છે. કાશ્મીરમાં આવા સેંકડો ટાવર છે, જેને સરળતાથી નિશાન બનાવી શકાય છે. અમે કાશ્મીરમાં ઉગ્રવાદના ઇતિહાસમાં આવું ક્યારેય નથી જોયું. આ પહેલા મોબાઇલ ટાવરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, તેનાથી વધારે નુકસાન થયું ન હતું. પરંતુ વીજળીના ટાવરને નુકસાન પહોંચાડવામાં આવશે તો વધારે નુકસાન થશે.

  ટ્રાન્સમિશન ટાવર એ જગ્યાએથી થોડા જ મીટર દૂર હતો જ્યાં ગુરુવારે સાંજે અંધાધૂંધ ફાયરિંગમાં કરીને આતંકવાદીઓએ બે ટ્રક ચાલકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આતંકીઓએ બંને ટ્રકને આગ પણ લગાડી દીધી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: