Home /News /national-international /

Jammu Kashmir : શ્રીનગરમાં સુરક્ષાબળો પર મોટો આતંકી હુમલો, ફાયરિંગમાં 2 જવાન શહીદ, 12 ઇજાગ્રસ્ત

Jammu Kashmir : શ્રીનગરમાં સુરક્ષાબળો પર મોટો આતંકી હુમલો, ફાયરિંગમાં 2 જવાન શહીદ, 12 ઇજાગ્રસ્ત

શ્રીનગરમાં સુરક્ષાબળો પર આતંકી હુમલો (તસવીર - એએનઆઈ)

Jammu Kashmir Terrorists Attack - સુરક્ષાબળોને લઇને જઈ રહેલી બસ પર હુમલો થયો

    શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir)શ્રીનગરના પંથચૌક વિસ્તારમાં સોમવારે સુરક્ષાબળો પર આતંકીઓએ (Terrorists)હુમલો કર્યો છે. આ હુમલામાં 2 જવાન શહીદ થયા છે જ્યારે 12 જવાન ઇજાગ્રસ્ત થયા છે. મેળેલી જાણકારી પ્રમાણે આ હુમલો સુરક્ષાબળોને લઇને જઈ રહેલી બસ પર થયો (Jammu Kashmir Attack)છે. આ બસ જમ્મુ કાશ્મીરના 9મી બટાલિયનના પોલીસ જવાનોને લઇને જઈ રહી હતી. ઘટના પછી આખા વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકીઓની શોધ શરૂ કરવામાં આવી છે.

    જમ્મુ કાશ્મીર પોલીસે એક ટ્વિટમાં કહ્યું કે શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં જેવાન પાસે આતંકવાદીઓએ પોલીસ વાહન પર ગોળીબારી કરી હતી. હુમલામાં 14 જવાન ઇજાગ્રસ્ત થયા છે. બધા ઇજાગ્રસ્ત કર્મીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે શહીદ પોલીસ કર્મીમાં એક એએસઆઈ અને એક સેલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલ છે.

    ઉમર અબ્દુલ્લાએ આતંકી હુમલાની નિંદા કરી

    જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આતંકી હુમલાની નિંદા કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે શ્રીનગરના બહારના વિસ્તારમાં એક પોલીસ બસ પર આતંકી હુમલાની ભયાનક ખબર. હું આ હુમલાની નિંદા કરું છું અને સાથે મૃતકોના પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના અને ઇજાગ્રસ્તો માટે પ્રાર્થના કરું છું.

    આ પણ વાંચો - Kashi Vishwanath Dham: નિર્માણ માટે જ્ઞાનવાપી મસ્જિદની 1700 ફૂટ જમીન લેવાઈ, ખૂબ જૂનો છે આ વિવાદ



    મહબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો

    પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને કહ્યું કે શ્રીનગરના હુમલા વિશે સાંભળીને ઘણું દુખ થયું. જેમાં બે પોલીસકર્મી માર્યા ગયા છે. કાશ્મીરમાં સામાન્ય સ્થિતિનું ભારત સરકારનું જુઠું નિવેદન ઉજાગર થઇ ગયું છે. છતા કોઇ સુધારો કરવામાં આવ્યો નથી. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

    12 ડિસેમ્બરે અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો

    આ ઘટના એ સમયે બની હતી જ્યારે એક દિવસ પહેલા જ રવિવારે પુલવામાં જિલ્લામાં સુરક્ષા બળોની સાથે અથડામણમાં જેશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી માર્યો ગયો હતો. સુરક્ષાબળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપુરાના વડગામ વિસ્તારમાં આતંકવાદીઓની ઉપસ્થિતિ વિશે વિશેષ સૂચના મળ્યા પછી ઘેરાબંધી કરી અને તલાશ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ ચલાવી હતી.

    આ પણ વાંચો - Kashi Vishwanath Dham: જ્યારે બનારસની ગલીમાં કાફલો રોકીને વૃદ્ધ પાસે PM મોદીએ બંધાવી પાઘડી, જુઓ Video

    સુરક્ષાબળોની જવાબી કાર્યવાહી સાથે અથડામણ શરૂ થઇ ગઈ હતી. જેમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ એક આતંકવાદી માર્યો ગયો હતો. આતંકીની ઓળખ વડગામના સમીર અહમદ તાંત્રેના રૂપમાં થઇ હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Jammu Kashmir, Terrorists

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन