શ્રીનગરઃ હોસ્પિટલ પર આતંકી હુમલો, સૈનિકો પર થયું ફાયરિંગ, સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગરઃ હોસ્પિટલ પર આતંકી હુમલો, સૈનિકો પર થયું ફાયરિંગ, સર્ચ ઓપરેશન શરૂ
હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
Jammu Kashmir Latest News: જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓની શોધમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગોળીબાર બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આતંકીઓએ ફરી એકવાર સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો છે. શુક્રવારે બપોરે આતંકવાદીઓએ SKIMS મેડિકલ કોલેજ હોસ્પિટલની બહાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ ભાગી ગયા હતા. રાહતની વાત એ છે કે આતંકવાદીઓના ગોળીબારમાં સુરક્ષા દળના કોઈ જવાનને નુકસાન થયું નથી.
જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓની શોધમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગોળીબાર બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જો કે, મેડિકલ કોલેજમાં સામાન્ય લોકોની ભીડનો લાભ લઈને આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. શ્રીનગર પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'બેમિના વિસ્તારમાં સ્થિત SKIMS હોસ્પિટલ નજીક આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એક ટૂંકી અથડામણ થઈ. નાગરિકોની હાજરીનો લાભ લઈને આતંકવાદીઓ નાસી છૂટ્યા હતા.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓએ પોતાની રણનીતિ બદલીને નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ અંતર્ગત આતંકવાદીઓ ખાસ કરીને બહારના લોકોને નિશાન બનાવી રહ્યા છે. કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગ બાદ હાઇબ્રિડ આતંકવાદીઓ અને શંકાસ્પદોને ઓળખવા માટે ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આ અંગે શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત કરવામાં આવી છે. આ માટે ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) લાવવામાં આવશે. આનાથી સીસીટીવીમાં કેદ થયેલા શકમંદોને ઓળખવામાં સરળતા રહેશે. આ ટેકનિક હેઠળ પોલીસ પાસે એક ડેટાબેઝ પણ હશે જેમાંથી તેમની ઓળખ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે તેની શરૂઆત શ્રીનગરથી કરવામાં આવશે. આ પછી આ ટેકનિકનો ઉપયોગ પુલવામા, શોપિયાં, કુલગામ વગેરેમાં કરી શકાય છે.
કાશ્મીરમાં ગયા મહિને આતંકવાદીઓએ એક સપ્તાહમાં 5 સામાન્ય લોકોની હત્યા કરી છે. તેમાં શ્રીનગરમાં કાશ્મીરી પંડિત ડ્રગ ડીલર, એક કાશ્મીરી પંડિત શિક્ષક, શીખ સમુદાયની મહિલા પ્રિન્સિપાલ, બિહારના એક સ્ટ્રીટ વેન્ડર અને બાંદીપોરાના રહેવાસીનો સમાવેશ થાય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર