Home /News /national-international /VIDEO: કાબુલમાં ચીનની હોટલમાં આતંકવાદીઓ ઘુસ્યા, વિસ્ફોટ અને ગોળીબારથી વિસ્તારમાં ફફડાટ
VIDEO: કાબુલમાં ચીનની હોટલમાં આતંકવાદીઓ ઘુસ્યા, વિસ્ફોટ અને ગોળીબારથી વિસ્તારમાં ફફડાટ
તાલિબાને આતંકી હુમલા પાછળ પાકિસ્તાન સમર્થિત ISISનો હાથ હોવાનું જણાવ્યું છે.
કાબુલના શહર-એ-નૌ વિસ્તારમાં વિસ્ફોટ અને છૂટાછવાયા ગોળીબારના અહેવાલો પ્રાપ્ત થયા છે. ત્યાંના રહેવાસીઓએ આ વાતની પુષ્ટિ કરી. જોકે સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝે સોમવારે આ જાણકારી આપી.
કાબુલ. કાબુલના શહર-એ-નૌ વિસ્તારમાં સ્થિત ચીનની એક હોટલમાં વિસ્ફોટ અને છૂટાછવાયા ગોળીબારના અહેવાલો પ્રાપ્ત થયા છે. ત્યાંના રહેવાસીઓએ આ વાતની પુષ્ટિ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે 'ચાઈનીઝ હોટેલ' પર ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, તેમાં ઘણા ચાઈનીઝ નાગરિકો પહેલાથી જ હાજર હતા અને આતંકીઓ આત્મઘાતી જેકેટ પણ લઈને આવ્યા હતા.
A hotel in the ShahrNow area of Kabul was attacked by attackers, where it is said that Chinese citizens were stationed. pic.twitter.com/ep7EHHMHNi
આતંકવાદીઓ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં ઘણા તાલિબાન લડવૈયાઓ ઘાયલ થયા છે. જો કે સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી હુમલા સંબંધિત કોઈ ટિપ્પણી કરી નથી. સોમવારે બપોરે ચીનના રાજદૂત તાલિબાનના વિદેશ મંત્રી સ્ટેન્કઝાઈને મળ્યા હતા. જે બાદ હુમલો સ્થાનિક સમય મુજબ બપોરે 2.15 વાગ્યે થયો હતો.
CNN-News18 એ તાલિબાનના સૂત્રોને ટાંકીને કહ્યું કે આ હુમલામાં પાકિસ્તાન સમર્થિત જૂથ ISISનો હાથ હોવાની શક્યતા નકારી શકાય નહીં. તેમણે કહ્યું, 'પાકિસ્તાન અફઘાનિસ્તાનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેને ફરીથી આતંકવાદી દેશ જાહેર કરવા માંગે છે. અમે સંભવિત હુમલાથી વાકેફ હતા. એલર્ટ પહેલેથી જ જારી કરવામાં આવ્યું હતું. આ ISIS દ્વારા કરવામાં આવેલ હુમલો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર