શ્રીનગરમાં બીએસએફની પાર્ટી પર આતંવાદી હુમલો, BSFના બે જવાન શહીદ

News18 Gujarati
Updated: May 20, 2020, 8:12 PM IST
શ્રીનગરમાં બીએસએફની પાર્ટી પર આતંવાદી હુમલો, BSFના બે જવાન શહીદ
(File Photo)

બીએસએફને જાણકારી મળી છે કે આતંકવાદી બે હથિયાર લઈ ગયા છે

  • Share this:
શ્રીનગર : શ્રીનગરના (Srinagar) પનદાછ (Pandach)માં બોર્ડર સિક્યોરીટી ફોર્સની (Border Security Force) એક પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં BSFના બે જવાન શહીદ થયા છે. આતંકવાદીઓએ આ હુમલો શ્રીનગરના બહારના વિસ્તારમાં કર્યો છે. આ હુમલામાં બે જવાન ઈજાગ્રસ્ત થયા હતા. આ બન્ને જવાનોને એસકેઆઈએમએસ હોસ્પિટલ શ્રીનગરમાં (SKIMS Hospital Srinagar)દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક જવાનને પહેલાથી મૃત જાહેર કર્યા હતા અને જ્યારે બીજા જવાન સારવાર દરમ્યાન મૃત્યું પામ્યા હતા. બીએસએફને જાણકારી મળી છે કે આતંકવાદી બે હથિયાર લઈ ગયા છે.

અચાનક જ પાર્ટી પર હુમલો કર્યો - આતંકવાદીઓએ અર્ધસૈનિક બળોની 37 બટાલિયન પર મધ્ય કશ્મીરના (Central Kashmir) ગાંદરબલ (Ganderbal) જિલ્લાના પનદાછમાં હુમલો કર્યો હતો. પોલીસના સૂત્રોએ જાણકારી આપી કે આ આતંકવાદીઓ પહેલાથી જ પ્લાન કરીને બેઠા હતા. અચાનક જ રસ્તા પર આવીને ફાયરિંગ શરુ કરી દીધી. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત બે જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બન્ને શહીદ થયા હતા.

આ પણ વાંચો - ATM માંથી નીકળવા લાગ્યા ડબલ પૈસા તો લૉકડાઉનમાં પણ લાગી ગઈ લોકોની લાંબી લાઇન

સૂત્રોએ કહ્યું કે હોસ્પિટલોમાં ડૉક્ટરોએ જોયું કે બન્ને જવાનોએ પહેલાથી જ શ્વાસ છોડી દીધા હતા. પોલીસ અને અર્ધસૈનિક બળોએ આખા વિસ્તારને સીલ કરી દીધો છે. એક્ઝિટ પોઈન્ટ એરિયા અને પહાડી વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરુ કરી દીધુ છે.

આ ઘટના શ્રીનગરમાં હિઝબુલ મુજાહિદીનના (Hizbul Mujahideen) એક શીર્ષ કમાંડર સહિત બે આતંકવાદીઓને ઠાર કર્યાના એક દિવસ પછી થઈ છે. પનદાછ શ્રીનગર અને ગાંદરબળ જિલ્લાની વચ્ચેની સીમા રેખા છે.
First published: May 20, 2020, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading