ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પણ આતંકીઓ પોતાની હરકત છોડી નથી રહ્યા. શનિવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના શોપિયા જીલ્લામાં આતંકીઓએ સેનાના એક કેમ્પ પર એકવાર ફરી હુમલો કરી દીધો છે. શરૂઆતની જાણકારી અનુસાર, શોપિયાના નાગબલ ઈમામસાહેબમાં આ હુમલો કરવામાં આવ્યો છે. સુરક્ષાદળોએ પુરા વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓએ કેમ્પ પર ફાયરિંગ કર્યું, જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. રાત્રી હોવાથી પુરી તસવીર સ્પષ્ટ નથી થઈ શકી.
આ પહેલા 14 પેબ્રુઆરીએ આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસી બાલાકોટ સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કર્યું હતું. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીમાં કેટલાએ આતંકી ઠાર થયા હતા.
ભારતની આ કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જ્યારે ભારતના મિરાઝ લડાકુ વિમાન બાલાકોટમાં ઓપરેશન ચલાવી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાન ઊંઘતુ હતું. જોકે, જ્યારે તેને ભારતીય વાયુસેનાની કાર્યવાહીની ખબર પડી, તો તે અકળાઈ ઉઠ્યું અને હવાઈ હુમલો કર્યો. પાકિસ્તાનના હવાઈ હુમલાનો ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને તેના લડાકુ વિમાન F-16ને તોડી પાડ્યું.
આ દરમ્યાન ભારતીય વાયુસેનાનું લડાકૂ વિમાન મિગ-21 પણ અકસ્માતનો શિકાર બન્યું અને તેને ઉડાવી રહેલા વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારમાં પહોંચી ગયા. જ્યાં પાકિસ્તાની સેનાએ તેને બંધક બનાવ્યો. ત્યારબાદ ભારતે પાકિસ્તાનને અભિનંદનને તુરંત રિહા કરવાનું કહ્યું, પરંતુ પાકિસ્તાને પોતાની નાપાક ચાલ ચાલી અને ભારત સાથે સોદાબાજી કરવાનું શરૂ કર્યું, જોકે ભારત પાકિસ્તાનના કોઈ ષડયંત્રમાં ના આવ્યું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર