Home /News /national-international /જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી બહારના મજૂરોને નિશાન બનાવ્યા, ફાયરિંગમાં 2 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી બહારના મજૂરોને નિશાન બનાવ્યા, ફાયરિંગમાં 2 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના સમયમાં આતંકવાદીઓ દ્વારા બહારના મજૂરોને નિશાન બનાવવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. (પ્રતિકાત્મક તસવીર-ન્યૂઝ18)

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. અહીં અનંતનાગના રાખ-મોમીન વિસ્તારમાં આતંકવાદીઓએ બે વિદેશી મજૂરો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે મજૂરો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ મજૂરોની ઓળખ હજુ થઈ નથી.

વધુ જુઓ ...
    શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. અહીં અનંતનાગના રાખ-મોમીન વિસ્તારમાં આતંકવાદીઓએ બે વિદેશી મજૂરો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે મજૂરો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ મજૂરોની ઓળખ હજુ થઈ નથી.

    જમ્મુ-કાશ્મીરમાં હમણાથી આતંકવાદીઓ દ્વારા બહારના મજૂરોને નિશાન બનાવવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ પહેલા અનંતનાગ જિલ્લામાં જ આતંકીઓએ બહારના બે મજૂરોની ગોળી મારીને હત્યા કરી હતી. તેમાંથી એક મજૂર બિહારનો અને બીજો નેપાળનો હતો.

    ગયા મહિને અહીંના શોપિયાંમાં આતંકવાદીઓએ બે મજૂરોની હત્યા કરી નાખી હતી. આ બંને મજૂરો ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના રહેવાસી હતા અને ઘટના સમયે તેઓ એક ટીન શેડમાં સૂતા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ પહેલા શોપિયાં જિલ્લામાં જ આતંકીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Jammu kashmiar, Jammu Kashmir changes, Jammu Kashmir News, Terrorists

    विज्ञापन
    विज्ञापन