પંજાબમાં શીખનો વેશ ધારણ કરી છૂપાયો છે આતંકી જાકિર મૂસા, એલર્ટ જાહેર

News18 Gujarati
Updated: December 6, 2018, 11:49 AM IST
પંજાબમાં શીખનો વેશ ધારણ કરી છૂપાયો છે આતંકી જાકિર મૂસા, એલર્ટ જાહેર
જાકિર મૂસાએ શીખ વેશભૂષા ધારણ કર્યો હોવાનું એલર્ટ છે.

તપાસ એજન્સીઓને આશંકા છે કે મૂસાએ શીખ વેશભૂષામાં રહે છે, તે પાઘડી પહેરી, દાઢી વધારી સામન્ય લોકોની વચ્ચે ફરી રહ્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: પંજાબમાં ફરી એક વાર કાશ્મીરી આતંકવાદી જાકિર મૂસા છૂપાયો હોવાને લઈને ઇન્ટેલિજન્સ બ્યૂરો, સીઆઈડી અને આર્મી ઇન્ટેલિજન્સે ઇનપુટ આપ્યું છે. પંજાબના ફિરોજપુર અને બઠિંડાની પાસે શીખ વેશમાં આતંકી જાકિર મૂસા છૂપાયો હોવાની તસવીરો જાહેર કરવામાં આવી છે.

મળતી જાણકારી મુજબ, મૂસા પંજાબના બઠિંડા રેન્જમાં રહી રહ્યો છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે મૂસાએ શીખ વેશભૂષા ધારણ કરી છે. તે પાઘડી પહેરી અને દાઢી વધારી સામાન્ય લોકોની વચ્ચે ફરી રહ્યો છે. આંતકીની તલાશમાં સેના પણ હાઈ એલર્ટ પર છે.

બઠિંડા રેલવે સ્ટેશન પર સઘન તપાસ કરવામાં આવી રહી છે, સાથોસાથ પંજાબ-રાજસ્થાન બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે. રસ્તા પર નાકાબંદી અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોના મોત

જાકિર મૂસા અમૃતસર બેલ્ટમાં હોવાના ઇનપુટના થોડા દિવસો બાદ જ 18 નવેમ્બરના રોજ નિરંકારી મિશનમાં ગ્રેનેડ હુમલો થયો જેમાં ત્રણ લોકોના મોત થયા અને 12 લોકો ઘાયલ થયા હતા.

કોણ છે જાકિર મૂસા?જાકિર મૂસાનું અસલી નામ જાકિર રશીદ ભટ છે. રિપોર્ટ મુજબ, પહેલા તે હિજબુલ મુજાહિદીન સાથે જોડાયેલો હતો. બાદમાં કાશ્મીરમાં સક્રિય નવા આતંકી જૂથ અંસાર ગજવાત-ઉલ-હિંદની કમાન સોંપવામાં આવી. મૂસા ભણેલા-ગણેલા પરિવારમાંથી આવે છે. તે ચંદીગઢ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો, પરંતુ 2013માં તેણે અભ્યાસ વચમાં જ છોડી દીધો હતો અને આતંકીનો રસ્તો અપનાવ્યો હતો.
First published: December 6, 2018, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading