ન્યૂઝીલન્ડમાં મસ્જિદ પર હુમલાનો બદલો છે ઈસ્ટર પર શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ!

News18 Gujarati
Updated: April 23, 2019, 9:57 AM IST
ન્યૂઝીલન્ડમાં મસ્જિદ પર હુમલાનો બદલો છે ઈસ્ટર પર શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ!
આતંકવાદીઓએ શ્રીલંકામાં બ્લાસ્ટ માટે ઈસ્ટરનો દિવસ પસંદ કર્યો જેથી વધુમાં વધુ ખ્રિસ્તીઓને નુકસાન પહોંચાડી શકાય

આતંકવાદીઓએ શ્રીલંકામાં બ્લાસ્ટ માટે ઈસ્ટરનો દિવસ પસંદ કર્યો જેથી વધુમાં વધુ ખ્રિસ્તીઓને નુકસાન પહોંચાડી શકાય

  • Share this:
(ઐશ્વર્ય કુમાર)

શ્રીલંકામાં ખ્રિસ્તીઓના પર્વ ઈસ્ટર પર થયેલા 8 બ્લાસ્ટ્સમાં 290 લોકોના મોતે સમગ્ર દુનિયાને હલાવી દીધું. ભારતે પૂર્વ ડિપ્લોમેટ જી. પાર્થસારથીનું માનવું છે કે આ બ્લાસ્ટ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં કરવામાં આવેલી હત્યાઓનો બદલો લેવા માટે કરવામાં આવ્યા હતા. આતંકીઓએ તે દેશને પસંદ કર્યો, જેમાં આવા હુમલા વિશે વિચારવું થોડું મુશ્કેલ હતું. જોકે, આતંકીઓને એક સાથે આટલા ચર્ચ અને વિદેશી પર્યટકો સરળતાથી કેમ નથી મળી શકતા.

પાર્થસારથીએ કહ્યું કે મોટી સંખ્યામાં શ્રીલંકન યુવાઓને સીરિયા કે ઈરાક જઈને આતંકી સંગઠન આઈએસઆઈએસમાં સામેલ થવા અને ટ્રેનિંગ લેવાના કોઈ પુરાવા નથી મળ્યા. શ્રીલંકામાં હુમલાખોરોના નિશાના પર ખ્રિસ્તી સમુદાય હતો. તેઓએ બ્લાસ્ટ માટે ઈસ્ટરના દિવસની પસંદગી કરી, જે દિવસે ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. સ્પષ્ટ છે કે હુમલાખોરોએ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલાનો પ્રતિસોધ લેવા માટે આ બ્લાસ્ટ કર્યા.

પૂર્વ ડિપ્લોમેટે કહ્યું કે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા સંગઠનોમાં ઈસ્લામનો વિરોધ સતત વધી રહ્યો છે. બૌદ્ધ ધર્મને માનનારા મ્યાનમાર અને થાઇલેન્ડમાં પણ ઈસ્લામને લઈને કંઈક આવો જ માહોલ છે. શ્રીલંકામાં હુમલાખોરોએ ચર્ચની સાથે તે હોટલોને નિશાન બનાવી, જ્યાં ખ્રિસ્તી ધર્મને માનનારા સ્થાનિક લોકો ઉપરાંત પશ્ચિમી દેશોના વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં રોકાય છે. તે માત્ર શ્રીલંકા પર જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાને ચોંકાવવા માટેનો હુમલા હતા.

આ પણ વાંચો, અમેરિકાએ આપ્યો ભારતને મોટો ઝટકો, ઇરાન પાસેથી ઓઇલ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ

પાર્થસારથીએ કહ્યું કે હુમલાખોરે ન્યૂઝીલેન્ડની જેમ ખ્રિસ્તીના પૂજાસ્થળોને નિશાન બનાવી રહ્યા છે. ધ્યાન રહે કે બૌદ્ધ ધર્મને માનનારા અનેક દેશોમાં પહેલા પણ આવા હુમલા થઈ ચૂક્યા છે. પરંતુ શ્રીલંકામાં હુમલાની ભીષતાથી સ્પષ્ટ છે કે તેમાં કોઈ મોટું આતંકી સંગઠન સામેલ છે. એમ કહી શકાય કે આતંકીઓએ દુનિયાને સ્પષ્ટ અને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. શ્રીલંક સરકારને આ દૃષ્ટિથી પણ બ્લાસ્ટની તપાસ કરવી જોઈએ.
First published: April 23, 2019
વધુ વાંચો
अगली ख़बर