મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને 10 વર્ષની સજા, પાકિસ્તાનની કોર્ટે આપ્યો નિર્ણય

મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને 10 વર્ષની સજા

મુંબઈ 2008માં થયેલા આતંકી હુમલામાં હાફિઝ સઇદ ભારતમાં વોન્ટેડ છે

 • Share this:
  ઇસ્લામાબાદ : મુંબઈ આતંકી હુમલાનો આરોપી અને ટેરર ફંડિંગના (Terror Funding)કેસમાં લાહોર જેલમાં બંધ આતંકી હાફિઝ સઇદને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનની એન્ટી ટેરિરિઝમ કોર્ટે જમાત ઉદ દાવાના પ્રમુખ સઇદની સજાની જાહેરાત કરી દીધી છે. આ પહેલા સઇદના નજીકના અને જમાત ઉદ દાવાના પ્રવક્તા યાહ્યા મુજાહિદને કોર્ટે ટેરર ફંડિગના મામલામાં 32 વર્ષની સજા સંભળાવી હતી. મુજાહિદની સાથે આતંકી સંગઠનના અન્ય બે નેતાઓને અપરાધી બનાવ્યા હતા.

  ફેબ્રુઆરીમાં લાહોરમાં એન્ટી ટેરિરિઝમ કોર્ટે આતંકી ગતિવિધિઓમાં આર્થિક મદદ પહોંચાડવાને લઈને 11 વર્ષની સજા સંભળાવી હતી. મુંબઈ 2008માં થયેલા આતંકી હુમલામાં હાફિઝ સઇદ ભારતમાં વોન્ટેડ છે. આ હુમલામાં 10 આતંકવાદીઓએ 166 નિર્દોષોની હત્યા કરી હતી. ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ પહેલા જ સઇદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.

  આ પણ વાંચો - CM નીતિશ કુમાર સાથે મુલાકાત પછી બિહારના શિક્ષા મંત્રી ડૉં. મેવાલાલ ચૌધરીએ રાજીનામું આપ્યું

  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ગરુવારે લાહોરની એન્ટી ટેરિરિઝમ કોર્ટે જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઇદ સહિત આતંકી સંગઠનના કેટલાક નેતાઓને સજા સંભળાવી છે. સંગઠનના નેતાઓ સામે કુલ 41 કેસ નોંધાયેલા છે. જેમાં 24માં નિર્ણય આવી ગયો છે. બાકી કેસો પર સુનાવણી બાકી છે. સઇદ સામે ચાર કેસમાં નિર્ણય આવી ગયો છે.

  અધિકારીએ જણાવ્યું કે એટીસી કોર્ટે ક્રમાંક 1ના ન્યાયધીશ અરશદ હુસૈન ભુટ્ટાએ કેસ નંબર 16/19 અને 25/19ની સુનાવણી કરી હતી. આ કેસ કાઉન્ટર ટેરિરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી દાખલ કરવામાં આવ્યા હતા.
  Published by:Ashish Goyal
  First published: