Home /News /national-international /

Terrorist Firing: બડગામમાં આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરો પર કર્યો ગોળીબાર, એકનું મોત

Terrorist Firing: બડગામમાં આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરો પર કર્યો ગોળીબાર, એકનું મોત

બડગામમાં આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરો પર કર્યો ગોળીબાર

Terrorist Firing: કાશ્મીરમાં આતંકવાદીઓ હવે ટાર્ગેટ કિલિંગ દ્વારા આતંક ફેલાવવા માંગે છે, તેઓ બિન-કાશ્મીરીઓ અને હિન્દુ નાગરિકોને નિશાન બનાવીને હુમલો કરી રહ્યા છે. ગુરુવારે પણ આતંકવાદીઓએ કુલગામમાં એક બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી હતી

વધુ જુઓ ...
    નવી દિલ્હી. જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના બડગામ (budgam) જિલ્લાના ચદૂરા વિસ્તારમાં મગરેપોરામાં આતંકવાદીઓ (Terrorist) એ બે બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર (Firing) કર્યો હતો. બંને મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરાયા, એક મજૂરનું સારવાર દરમિયાન મોત થયું. બંને ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા હતા. ઘાયલ મજૂરને શ્રીનગરની SMHS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અહીં પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મજૂર બિહારનો રહેવાસી હતો.

    ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ હવે ટાર્ગેટ કિલિંગ દ્વારા આતંક ફેલાવવા માંગે છે, તેઓ બિન-કાશ્મીરીઓ અને હિન્દુ નાગરિકોને નિશાન બનાવીને હુમલો કરી રહ્યા છે. ગુરુવારે પણ આતંકવાદીઓએ કુલગામમાં એક બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી હતી. રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી બેંક મેનેજર વિજય કુમાર મોહનપોરાની ગામઠી બેંકમાં તૈનાત હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Jammu Kashmir News, Terrorist Attacks

    આગામી સમાચાર