દાઉદ ઇબ્રાહિમના માતા અને બહેનની મુંબઇમાં આવેલી સાત સંપતિઓ કેન્દ્ર સરકાર ટાંચમાં લેશે. ગેગસ્ટર દાઉદની માતા અમીના બી કાસકર અને બહેન હસીના પારકરે કરેલી અરજી સુપ્રિમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી.
સંપતિ ટાંચમાં ન લેવાની અરજી જસ્ટીસ આર.કે. અગ્રવાલ અને એ.એમ સાપ્રેની ખંડપીડે આ અરજી ફગાવી દીધી. દાઉદની માતા અને બહેન વકીલો અને અન્ય સગા-સંબધિઓ દ્વારા આ અરજીઓ કરી હતી.
સુપ્રિમ કોર્ટના આદેશને પગલે કેન્દ્ર સરકાર દાઉદના પરિવારની મુંબઇમાં આવેલી સાત મિલકતો ટાંચમાં લઇ શકશે. કેટલીક મિલકતો મુંબઇના નાગપાડામાં આવેલી છે. દાઉદના પરિવાર દ્વારા કેન્દ્ર સરકાર સામે કરેલી અરજીની સુનાવણી સુપ્રિમ કોર્ટની ખંડપીઠે હાથ ધરી હતી. 1993ના મુંબઇ સિરીયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય સુત્રધાર દાઉદની સંપતિ ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સ્મગર્લ્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર્સ એક્ટ ટ્રિબ્યુનલે 1998માં અને દિલ્હી હાઇકોર્ટે 2012માં દાઉદની સંપતિ ટાંચમાં લેવા માટેના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
કેન્દ્ર સરકારના મંત્રાલય મુજબ, મુંબઇના નાગપાડામાં આપેલી દાઉદની મિલકત તેની માતા (હવે મૃત) અને બહેન હસીના પારકરના કબજામાં છે અને કાયદાકીય જોગવાઇઓ મુજબ તે ટાંચમાં લેવાની થાય છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર