Home /News /national-international /

Exclusive: હિજબુલ આતંકી સૈફુલ્લાહનો દાવો, 'હિન્દુસ્તાન ખતમ તો હિન્દુત્વ ખતમ...'

Exclusive: હિજબુલ આતંકી સૈફુલ્લાહનો દાવો, 'હિન્દુસ્તાન ખતમ તો હિન્દુત્વ ખતમ...'

સૈફઉલ્લાહે કહ્યું, 'અમે તે રમકડાંને રમવા માટે નથી રાખ્યું, આપણે તેનો ઉપયોય કરવાનો છે

સૈફઉલ્લાહે કહ્યું, 'અમે તે રમકડાંને રમવા માટે નથી રાખ્યું, આપણે તેનો ઉપયોય કરવાનો છે

    પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ભારત વિરોધી માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. હિજબુલ મુજાહિદીન ચીફ સૈયદ સલાહુદ્દીન (Hizbul Mujahideen kingpin Syed Salahuddin)ના ખાસ સાથી ખાલિદ સૈફઉલ્લાહે હિન્દુ ધર્મ અને ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. સૈફઉલ્લાહે જેહાદની ધમકી આપી છે. સૈફઉલ્લાહે નફરત ફેલાવવા અને આતંકવાદીઓ ઉશ્કેરવા માટે હિન્દુ ધર્મની વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યા છે. સૈફઉલ્લાહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સૈફઉલ્લાહ ભડકાઉ વાતો કહી રહ્યો છે.

    સૈફઉલ્લાહે કહ્યું, 'અમે તે રમકડાંને રમવા માટે નથી રાખ્યું. આપણે તે રમકડાંનો ઉપયોય કરવાનો છે. યાદ રાખજો કે હું આ રમકડું ભારત સામે ઉપયોગ કરીશ. અને ભારત નાબૂદ થઈ જશે, હિન્દુસ્તાન ખતમ થઈ જશે અને હિન્દુસ્તાનની સાથે હિન્દુત્વ પણ ખતમ થઈ જશે...'

    'તમે રમકડાનો ઉપયોગ કરશો...'

    સૈફઉલ્લાહે કહ્યું, 'તમે જ રમકડાનો ઉપયોગ કરશો...પાકિસ્તાન પણ નહીં રહે પરંતુ મુસલમાન તેમ છતાંય 56 દેશોમાં દુનિયામાં ઉપસ્થિત છે...મુસલમાન જીવતા રહેશે...ઈસ્લામ જીવતો રહેશે...હિન્દુત્વ ખતમ થશે...અને હિન્દુસ્તાન ખતમ થઈ જશે.'



    આ પણ વાંચો, રાજનાથ પાકિસ્તાન પર ભડક્યા : 'કાશ્મીર ક્યારે તમારું હતું, તો રડો છો?'

    PoKનો છે વીડિયો


    આ વીડિયો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત મુજફ્ફરાબાદ (Muzaffarabad located in POK)નો છે. સૈફઉલ્લાહે આતંકીઓ અને તેમના સમર્થકોની રેલીમાં આ વાત કહી. સૈફઉલ્લાહે કહ્યું કે તમે જાતે જ હિન્દુસ્તાન સાથે ટકરાઈ જશો...મારા મિત્રો...મારા વડિલો...આ જલસામાં ઘણા બધાં મુજાહિદીન હાજર છે...જેઓએ બોર્ડર અહીંથી ત્યાં, ત્યાંથી અહીં ક્રોસ કરી...

    સૈફઉલ્લાહે કહ્યું કે, મેં મુજફ્ફરાબાદના આ જલસાની રોનક વધારી દીધી. પરંતુ હું આપને કહેવા માંગું છું કે માત્ર એક્શન કામ કરે છે...માત્ર નારાથી કામ નહીં ચાલે...આપણે સૌ તૈયારી છીએ..

    સલાદુદ્દીને પણ આપ્યું વિવાદસ્પદ નિવેદન

    સલાહુદ્દીનો પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે લોકોને ભડકાવી રહ્યો છે. સલાહુદ્દીને વીડિયોમાં કહ્યું કે પાકિસ્તાનની સરકાર આઝાદ કાશ્મીર (PoK) અને કાશ્મીરના લોકોને હથિયારો આપે.

    આ પણ વાંચો, વીજળી બીલ ચૂકવવા પૈસા નથી અને પાકિસ્તાને 'ગઝનવી' મિસાઇલનું પરીક્ષણ કર્યું!
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Hinduism, Hizbul mujahideen, Imran Khan, Jammu and kashmir, આતંકવાદ, આતંકી, પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन