અફઘાનિસ્તાન: કાબુલમાં કરતે પરવાન ગુરુદ્વારા પર આતંકી હુમલો, જુઓ Video
કાબુલમાં કરતે પરવાન ગુરુદ્વારા પર આ હુમલો શનિવારે સવારે 6 કલાકે થયો છે
terrorist attack on karte parwan gurdwara sahib - આતંકી હુમલા સમયે સ્થળ પર રહેલા લોકોએ જણાવ્યું કે કાબુલમાં ગુરુદ્વારા કરતે પરવાનના સુરક્ષા ગાર્ડ અહમદને આતંકીઓએ મારી નાખ્યો
કાબુલ : અફઘાનિસ્તાનની (Afghanistan)રાજધાની કાબુલના કરતે પરવાન ગુરુદ્વારા સાહેબ (karte parwan gurdwara sahib)પર આતંકી હુમલાના (terrorist attack)સમાચાર છે. સૂત્રોના મતે આ હુમલો શનિવારે સવારે 6 કલાકે થયો છે. કાબુલથી મળી રહેલી સૂચના પ્રમાણે હાલ ગુરુદ્વારા હવે આતંકીઓના કબજામાં છે. આ હુમલામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે કે ગુરુદ્વારાની અંદર શું સ્થિતિ છે તે વિશે હજુ કોઇ જાણકારી મળી નથી.
News18 Delhi Bureau ના મતે કાબુલમાં કરતે પરવાના ગુરુદ્વારા સાહેબ પર આજે સવારે 6 કલાકે કેટલાક આતંકીઓએ આ હુમલો કર્યો. કાબુલ શહેરના કરતે પરવાન વિસ્તારમાં ઘણા ધમાકાના અવાજ સંભળાયા હતા. બીજેપી ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ એક ટ્વિટ કરીને કહ્યું કે તેમની ગુરુદ્વારા પરવાનના અધ્યક્ષ ગુરુનામ સિંહ સાથે વાત થઇ છે. તેમણે અફઘાનિસ્તાનમાં શીખો માટે વૈશ્વિક સર્મથનની પોકાર લગાવી છે.
આતંકી હુમલા સમયે સ્થળ પર રહેલા લોકોએ જણાવ્યું કે કાબુલમાં ગુરુદ્વારા કરતે પરવાનના સુરક્ષા ગાર્ડ અહમદને આતંકીઓએ મારી નાખ્યો છે. મનજિંદર સિંહ સિરસાએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે તેમને મળેલી જાણકારી પ્રમાણે અત્યાર સુધી 3 લોકો ગુરુદ્વારાથી નીકળી ચૂક્યા છે. જેમાં બે લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ગુરુદ્વારાના ગાર્ડનું મોત થયું છે. માનવામાં આવી રહ્યું છે કે 7-8 લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. જોકે સંખ્યાની પૃષ્ટી થઇ નથી. વિસ્તારમાં હજુ પણ ફાયરિંગ થઇ રહ્યું છે.
સિરસાએ દાવો કર્યો છે કે શીખ સંગત (લગભગ 10-15 સંખ્યા) કાબુલના ગુરુદ્વારા કરતે પરવાનમાં ફસાયા હતા. જેના પર આજે સવારે આતંકવાદીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિના મોતના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં પાછા આવ્યા પછી હિંસા અને આતંકવાદી હુમલા ઘણા વધી ગયા છે. અફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાયના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાની ઘણી ઘટના સામે આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર