Home /News /national-international /Terrorist attack: સોમાલિયાની હયાત હોટલમાં આતંકી હુમલો, 10 લોકોના મોત અને 9થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Terrorist attack: સોમાલિયાની હયાત હોટલમાં આતંકી હુમલો, 10 લોકોના મોત અને 9થી વધુ લોકો ઈજાગ્રસ્ત
હયાત હોટલ ઉપર હુમલો
Somalia Hayat Hotel Attack: બંદૂકધારીઓએ મોગાદિશુ (Mogadishu)માં હયાત હોટલ પર ગોળીબારી કરી હતી અને બે કારમાં બ્લાસ્ટ થયો હતો. અલ કાયદા સંગઠન સાથે જોડાયેલ અલ શબાબ સંગઠને આ હુમલો કર્યો હોવાની પુષ્ટી કરી છે.
Somalia Attack: સોમાલિયા (Somalia) માં અલ શબાબ (Al-Shabaab) આતંકી સંગઠનના આતંકીઓએ હોટલ (Hotel) પર હુમલો કર્યો છે. આ ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંદૂકધારીઓએ મોગાદિશુ (Mogadishu)માં હયાત હોટલ પર ગોળીબારી કરી હતી અને બે કારમાં બ્લાસ્ટ થયો હતો. અલ કાયદા સંગઠન સાથે જોડાયેલ અલ શબાબ સંગઠને આ હુમલો કર્યો હોવાની પુષ્ટી કરી છે.
સુરક્ષા અધિકારીએ ન્યૂઝ એજન્સી AFP ને જણાવ્યું હતું કે, હયાત હોટલ (Hotel Hyatt)માં હજુ પણ આતંકીઓ છુપાયેલા છે અને સુરક્ષાબળ સાથે અથડામણ થઈ રહી છે. હયાત હોટલ પર હુમલો થયાની જાણ થતા જ સુરક્ષા બળ ત્યાં પહોંચી ગયું હતું, ત્યારબાદ જેહાદી સમૂહના આતંકીઓ અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આ બંદૂકધારીઓ હયાત હોટલમાં આવ્યા તેની એક મિનિટ પહેલા બ્લાસ્ટ થયો હતો.
બે સુરક્ષા અધિકારી ઘાયલ થયા
પોલીસ મેજર હસન દાહિરે જણાવ્યું કે, સુરક્ષા બળ અને જેહાદી સમૂહના આતંકી વચ્ચે થયેલ અથડામણમાં મોગાદિશુના ઈન્ટેલિજેન્સ પ્રમુખ મુહીદીન મોહમ્મદ સહિત બે સુરક્ષા અધિકારી ઘાયલ થઈ ગયા છે. આ ઘટના સમયે હજાર લોકોએ જણાવ્યું છે કે, એક વિસ્ફોટ થયો તેની ગણતરીની મિનિટો બાદ બીજો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે સુરક્ષાબળોના સભ્ય અને કેટલાક નાગરિકોને ઈજા થઈ છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. અત્યારે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો અને બંદૂકધારીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
અલ કાયદા સાથે જોડાયેલ અલ શબાબ સંગઠને આ હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું છે. આતંકી સંગઠને સમર્થક વેબસાઈટના એક નિવેદનમાં જણાવ્યું કે, શબાબ હુમલાખોરોનું સંગઠન મોગાદિશુમાં હયાત હોટલમાં પહોંચી ગયું છે અને ગોળીબારી કરી રહ્યું છે. સોમાલિયા સરકારની વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારે આંતકી હુમલા કરવામાં આવ્યા છે.
અલ શબાબ એ વિશ્વના વિવિધ ભાગોમાં આતંકવાદી સંગઠન અલ-કાયદાના જૂથોમાંથી એક છે. મુખ્યત્વે સોમાલિયામાં સ્થિત, આ સંગઠનનું પૂરું નામ હરકત અલ શબાબ અલ-મુજાહિદ્દીન છે. અલ શબાબનો એકમાત્ર હેતુ સોમાલી સરકારને ઉથલાવી પાડવાનો છે. અલ-શબાબ સાઉદી અરેબિયાના વહાબી ઇસ્લામને અનુસરે છે, જે ઇસ્લામનું સૌથી કટ્ટરપંથી સ્વરૂપ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર