આતંકવાદીઓએ 24 કલાકમાં બીજી વખત રાજૌરીમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું- 5ના મોત, 7 ઘાયલ
આતંકવાદીઓએ રાજૌરીના અપર ડાંગરી ગામમાં 24 કલાકમાં બે હુમલા કર્યા
આજે રાજૌરીમાં IED બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં એક બાળકનું કરુણ મોત થયું હતું, જ્યારે બે મહિલાઓ સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મોટી વાત એ છે કે રાજૌરીના ડાંગરી ગામમાં જ્યાં આ વિસ્ફોટ થયો હતો, ત્યાં ગઈકાલે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ચાર ગ્રામજનોની હત્યા કરી નાખી હતી
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ તબાહી મચાવી છે. આજે રાજૌરીમાં IED બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં એક બાળકનું કરુણ મોત થયું હતું, જ્યારે બે મહિલાઓ સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મોટી વાત એ છે કે રાજૌરીના ડાંગરી ગામમાં જ્યાં આ વિસ્ફોટ થયો હતો, ત્યાં ગઈકાલે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ચાર ગ્રામજનોની હત્યા કરી નાખી હતી. પોલીસે કહ્યું છે કે સર્ચ ઓપરેશન દરમિયાન બ્લાસ્ટ થયો હતો.
આતંકવાદીઓ દ્વારા વારંવાર થતા હુમલાઓને જોતા ડાંગરી ગામમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા દળો આ વિસ્તારમાં દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. આ ઘટનાઓ બાદ સુરક્ષાકર્મીઓ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
પોલીસે આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની વિગત જાહેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સતીશ કુમાર, દીપક કુમાર અને પ્રીતમ લાલનું આતંકવાદી હૂમલામાં મોત થયું છે. જ્યારે સરોજ બાલા, આરોશી, શુભ શર્મા, રોહિત પંડિત, સુશીલ કુમાર, પવન કુમાર, અને શિવપાલ ગંભીર રીતે ઘાયલ થયા છે.
जम्मू-कश्मीर: राजौरी के डांगरी गांव में संदिग्ध विस्फोट हुआ है। विस्फोट में 2 लोग घायल हुए हैं जिन्हें अस्पताल ले जाया गया है। अधिक जानकारी की प्रतीक्षा है।
રાજૌરી જિલ્લાના અપર ડાંગરી ગામમાં ગઈકાલે શંકાસ્પદ આતંકવાદીઓએ એક વિશિષ્ટ સમુદાયના ત્રણ ઘરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચારના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. એકબીજાથી લગભગ 50 મીટરના અંતરે આવેલા ત્રણ મકાનો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. આતંકવાદીઓ ગામની નજીક આવ્યા અને ત્રણેય ઘરો પર અંધાધૂંધ ગોળીબાર કરીને ભાગી ગયા.
શાંતિપૂર્ણ જમ્મુ ક્ષેત્રમાં ઘણા વર્ષોમાં આ પ્રથમ ઘટના છે
નોંધપાત્ર વાત એ છે કે જમ્મુ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વર્ષોમાં આ પ્રકારનો પહેલો હુમલો છે, જે ઘાટીની તુલનામાં ખૂબ જ શાંતિપૂર્ણ છે અને તે પણ નવા વર્ષના પ્રથમ દિવસે. જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંઘે જણાવ્યું કે પોલીસ, સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ અપર ડાંગરી ગામમાં ગોળીબારમાં સામેલ બે સશસ્ત્ર માણસોને પકડવા માટે સંયુક્ત રીતે વિસ્તૃત ઘેરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર