Home /News /national-international /દિલ્હીમાં રખડતા કૂતરાઓનો આતંક, એક જ પરિવારના 2 નિર્દોષ લોકોના મોત

દિલ્હીમાં રખડતા કૂતરાઓનો આતંક, એક જ પરિવારના 2 નિર્દોષ લોકોના મોત

દિલ્હીમાં રખડતા કૂતરાઓના હુમલામાં એક પરિવારના બે બાળકોના મોત થયા છે. (પ્રતિકાત્મક ફોટો)

દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી પોલીસના અહેવાલ મુજબ અહીં બે અલગ-અલગ ઘટનાઓમાં એક જ પરિવારના બે માસુમ બાળકોના મોત થયા છે. આ બાળકોના મૃતદેહ પર કુતરાના કરડવાના નિશાન મળી આવ્યા છે.

નવી દિલ્હી : દેશમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. હવે દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી પોલીસના અહેવાલ મુજબ અહીં બે અલગ-અલગ ઘટનાઓમાં એક જ પરિવારના બે માસૂમ બાળકોના મોત થયા છે. આ બાળકોના મૃતદેહ પર કૂતરાના કરડવાના નિશાન મળી આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે, 10 માર્ચના રોજ 7 વર્ષીય બાળકના ગુમ થવાના સમાચાર મળ્યા હતા. બાળકના શરીર પર પ્રાણીના કરડવા જેવી ઇજાઓના નીશાન મળી આવ્યા હતા. ત્યાર બાદ તે જ પરિવારનો 5 વર્ષનો બાળક શૌચ કરવા ગયો ત્યારે રખડતા કૂતરાઓએ તેને કરડી ખાધા હતા.

ઘટના બે દિવસ પહેલા બની હતી

દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, વસંત કુંજ વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં, રખડતા કૂતરાઓના હુમલામાં 7 અને 5 વર્ષની વયના બે ભાઈ-બહેનો કથિત રીતે માર્યા ગયા હતા. 7 વર્ષનો બાળક 10 માર્ચે ગુમ થઈ ગયો હતો અને પછીથી તેનું શરીર પ્રાણીના ડંખ જેવી ઈજાઓ સાથે મળી આવ્યું હતું.

આ પણ વાંચો : હૃતિક રોશનની ઓન-સ્ક્રીન બહેન 'શિક્ષા' ક્યાં અને શું કરી રહી છે, 13 વર્ષમાં જ બદલાઈ ગયો લુક..



નિર્દોષ શૌચાલય ગયો હતો

12 માર્ચે શૌચ કરવા ગયેલા એક જ પરિવારની 5 વર્ષની માસૂમ બાળકીને રખડતા કૂતરાઓએ શિકાર બનાવી હતી. તેના પિતરાઈ ભાઈએ તેને રખડતા કૂતરાઓથી ઘેરાયેલો ઈજાગ્રસ્ત હાલતમાં જોયો. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

મોટો દીકરો સબંધીના ઘરે જમવા ગયો હતો

પોલીસે જણાવ્યું હતુ કે, સુષ્મા નામની મહિલા તેના બાળકો સાથે દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં રહે છે. તેણે જણાવ્યું હતુ કે, તેનો 7 વર્ષનો દીકરો 10 માર્ચે સબંધીના ઘરે ખાવા માટે ગયો હતો, પરંતુ ઘરે પાછો આવ્યો ન હતો. જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે ઘણી શોધખોળ બાદ તેનું લોહીથી લથપથ શરીર મળી આવ્યું હતું,
First published:

Tags: Delhi News, Dog attack