કચ્છમાંથી મળેલી બિનવારસી બોટના પગલે દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલાની આશંકા

સેનાની દક્ષિણ કમાન્ડ (Army Southern Command)એ કહ્યું કે સરક્રીક (sirckeek)માથી મળી આવેલી બોટોના પગલે તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

News18 Gujarati
Updated: September 9, 2019, 6:37 PM IST
કચ્છમાંથી મળેલી બિનવારસી બોટના પગલે દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલાની આશંકા
સેનાના દક્ષિણ કમાન્ડ ના જનરલ ઑફિસર કમાન્ડીંગ ચીફ લેફ્ટિનન્ટ જનરલ એસ.કે. સૈની
News18 Gujarati
Updated: September 9, 2019, 6:37 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય સેના ( (Indian Army)એ સોમવારે દક્ષિણ ભારતમાં (South India) આતંકવાદી હુમલા (Terror Attack)ની આશંકા વ્યક્ત કરી છે. સેનાને હુમલાના ઇનપુટ મળ્યા છે, જેના પગલે કેરળ હાઇ ઍલર્ટ પર છે. સરક્રીક (Sir Creek)માંથી મળી આવેલી ત્યજેલી હોડીઓ બાદ સેના ઍલર્ટ પર છે.

સેનાના દક્ષિણ કમાન્ડ (Army Southern Command)ના જનરલ ઑફિસર કમાન્ડીંગ ચીફ લેફ્ટિનન્ટ જનરલ એસ.કે. સૈનીનું નિવેદન ટાંકતા સમાચાર સંસ્થા ANIએ જણાવ્યું કે 'સેનાને દક્ષિણ ભારતમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે જાણકારી મળી છે. અમે સરક્રીકમાંથી કેટલીક લાવારીસ હોડીઓનો કબજો લીધો છે. અમે સંભવિત હુમલાને પહોંચી વળવા તકેદારીના પગલાં ભરી રહ્યા છીએ'

આ પણ વાંચો : Chandrayan-2: ચંદ્ર પર સલામત છે લેન્ડર વિક્રમ, સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ


Loading...લેફ્ટનન્ટ જનરલ સૈની જે બિનવારસી બોટની વાત કરી રહ્યા હતા તે કચ્છના સરક્રિક વિસ્તાર પાસેના હરામીનાળા પાસેથી મળી હતી. 24 ઓગષ્ટના શનિવારે બિનવારસી બોટ મળી હતી જેનો બીએસએફના જવાનોએ કબજો લીધો હતો. આ બોટ અહીં સુધી કેવી રીતે પહોંચી અને તેમાં ઘુસણખોરો હતા કે કેમ તેના વિશે કોઇ માહિતી મળી નથી. જ્યારે આ બોટ મળી ત્યારે કાશ્મીરની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને દેશભરની બોર્ડર પર હાઇએલર્ટ હતું.

આર્મીના ઇનપુટ અંગેના મેસેજ બાદ કેરળના ડીજીપી લોકનાથ બેહેરાએ કહ્યું હતું કે કેરળને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે અને પોલીસને સાર્વજનિક સ્થળોએ ચોકસાઇ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...