Home /News /national-international /Mumbai Terror Attack: મુંબઈને ફરી એક વાર લોહીયાળ કરવાનું ષડયંત્ર, NIAને મળ્યો ધમકીભર્યો મેઈલ

Mumbai Terror Attack: મુંબઈને ફરી એક વાર લોહીયાળ કરવાનું ષડયંત્ર, NIAને મળ્યો ધમકીભર્યો મેઈલ

મુંબઈ આતંકી હુમલાની ગંધ આવતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

પોલીસ સૂત્રોન જણાવ્યા અનુસાર શુક્રવારે આ ધમકી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએએ મુંબઈ પોલીસને ઘટનાક્રમથી માહિતગાર કર્યા છે, જે બાદ મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં એલર્ટ પર રાખ્યા છે.

મુંબઈ: રાષ્ટ્રીય તપાસ એજન્સીને તાલિબાની સભ્યો હોવાનો દાવો કરતો એક અજાણ્યા વ્યક્તિએ મેલ મોકલ્યો છે. જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામા આવી છે. પોલીસ સૂત્રોન જણાવ્યા અનુસાર શુક્રવારે આ ધમકી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએએ મુંબઈ પોલીસને ઘટનાક્રમથી માહિતગાર કર્યા છે, જે બાદ મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં એલર્ટ પર રાખ્યા છે.

આ પણ વાંચો: Fermented Horse Milk: મોંગોલિયનો ઘોડીનું દૂધ કેમ પીવે છે? ગાયનું દૂધ ગમતું નથી, જાણો કારણ

મુંબઈ પોલીસના સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે ધમકી ભર્યો મેલ મોકનારા ખુદને તાલિબાની હોવાનું જણાવી રહ્યો છે. તેણે કહ્યું કે, મુંબઈમાં આતંકી હુમલો થશે. ધમકી મળ્યા બાદ એનઆઈએએ મુંબઈ પોલીસની સાથે મળીને સચ્ચાઈની શોધ કરવા માટે એક સંયુક્ત તપાસ શરુ કરી દીધી છે.

આ અગાઉ આ વર્ષે જાન્યુઆરીમાં મંગળવારે મુંબઈના ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક ધમકી ભર્યો કોલ આવ્યો હતો, જેમાં અજાણ્યા કોલરે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલના લેંડલાઈન પર સાંજના સમયે ચાર કલાકે એક કોલ આવ્યો હતો. ફોન કરનારાએ સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો હોવાનો દાવો કર્યો હતો.


આવો જ એક ફોન ગત વર્ષે ઓક્ટોબરમાં આવ્યો હતો, જેમાં શહેરના અલગ અલગ ભાગમાં બોમ્બ રાખ્યો હોવાની સૂચના આપવામાં આવી હતી. મુંબઈ પોલીસને આવેલા એક અજાણ્યા કોલર સાથે સંદીગ્ધ કોલમાં કહેવાયું છે કે, શહેરભરમાં કેટલાય મુખ્ય સ્થાન પર બોમ્બ રાખવામાં આવ્યા છે.
First published:

Tags: Mumbai attack