અમેરિકામાં આતંકી અટેક: અલ્લાહ-હો-અકબરનાં નારા સાથે આતંકીએ ફેરવી ટ્રક, 8નાં મોત

Network18 | News18 Gujarati
Updated: November 1, 2017, 10:45 AM IST
અમેરિકામાં આતંકી અટેક: અલ્લાહ-હો-અકબરનાં નારા સાથે આતંકીએ ફેરવી ટ્રક, 8નાં મોત
આતંકી સંગઠન IS બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીમાં આવી રીતે જનતાની ભીડ પર ગાડી ચઢાવીને હુમલો કરી ચુક્યા છે
Network18 | News18 Gujarati
Updated: November 1, 2017, 10:45 AM IST
આતંકી સંગઠન IS બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીમાં આવી રીતે જનતાની ભીડ પર ગાડી ચઢાવીને હુમલો કરી ચુક્યા છે અને આ વખતે અમેરિકાનાં આર્થિક અને સાંસ્કૃતિક શહેર મેનહેટનને ટાર્ગેટ કર્યુ છે.

અમેરિકામાં મોટો આંતકી હુમલો થય છે ન્યૂયોર્કનાં લોઅર મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર મેમોરિયલની પાસે એક ટ્રક ડ્રાઇવરે રાહદારીઓ પર ટ્રક ફેરવી દીધી હતી જેમાં આઠ લોકોનાં મોત થઇ ગયા છે આ ઘટનામાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. અમેરિકન પોલીસનાં જણાવ્યાં અનુસાર હુમલાખોર 29 વર્ષનો હતો.

કોણ છે આતંકવાદી?

સોર્સિસની માનીયે તો આતંકવાદી મૂળ ઉઝ્બેકિસ્તાનનો છે. આતંકવાદી પાસેથી IS સાથે સંકળાયેલાં કેટલાંક પત્રો પણ મળ્યા છે.

PM મોદીએ કરી ટ્વિટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ન્યૂયોર્કનાં મેનહટ્ટન પર થયેલાં આતંકવાદી હુમલાની ભારે નિંદા કરી છે અને હુમલામાં પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

ડોનાલ્ડ ટ્રંપે પર કરી ટ્વિટ કહ્યું, - 'બસ બહુ થયું' બસ હવે બહુ થયું, ISને મિડલ ઇસ્ટ અને દરેક જગ્યાએ હરાવ્યા બાદ હવે તેમને અમેરિકામાં ઘુસવા નહીં દઇએ. મારી સંવેદનાઓ આતંકી હુમલામાં પીડિત અને તેમનાં પરિવારની સાથે છે. ભગવાન અને આખું અમેરિકા તેમની સાથે છે.First published: November 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर