શ્રીનગર. જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના કુલગામ (Kulgam) જિલ્લાના મોહનપોરા વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓએ રાજસ્થાનના એક બેંક કર્મચારી (bank employee) ની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક ગ્રામીણ બેંકના કર્મચારી વિજય કુમારને બેંક પરિસરની અંદર જઈ ગોળી મારી દેવામાં આવી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. તો, ઘટના પછી, સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
મહત્વની વાત એ છે કે, આ પુરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. અને ઘટનાના સીસીટીવી ફૂટેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિડિયોમાં ગોળીબાર કરનાર આતંકવાદી સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા સરકારી કર્મચારીઓ અને નોકરી કરતા લોકોને સતત નિશાન બનાવવામાં આવે છે.
#WATCH | J&K: Terrorist fires at bank manager at Ellaqie Dehati Bank at Areh Mohanpora in Kulgam district.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના પહેલા મંગળવારે કુલગામ જિલ્લામાં જ આતંકવાદીઓએ પ્રવાસી શિક્ષક રજની બાલાની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, કુલગામ જિલ્લાના ગોપાલપુરમાં રજની બાલા (36) પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં તે ઘાયલ થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. રજની બાલા ગોપાલપુરમાં શિક્ષિકા તરીકે પોસ્ટેડ હતી. પોલીસે જણાવ્યું કે, આ વિસ્તારને ઘેરી લીધા બાદ હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, 12 મેના રોજ બડગામ જિલ્લાના ચદૂરા તાલુકામાં તહસીલદારની ઓફિસમાં રાહુલ ભટ્ટની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મે મહિના દરમિયાન કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની 7 ઘટનાઓ બની હતી. જેમાંથી ચાર નાગરિકો અને ત્રણ પોલીસકર્મી હતા, જેઓ ફરજ પર નહોતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર